જૂનાગઢ શહેર જીલ્લામાં મેઘાવી માહોલ - ઝરમરીયો વરસાદ

જૂનાગઢ શહેર જીલ્લામાં મેઘાવી માહોલ - ઝરમરીયો વરસાદ

જૂનાગઢ તા.7
જૂનાગઢ શહેર અને જીલ્લામાં છેલ્લા સાત દિવસ થયા મેઘાવી માહોલ વચ્ચે તમામ દસ તાલુકામાં સરેરાશ 7 થી 41 ઈંચ જેવો વરસાદ નોંધાયો છે.
ગઈકાલે આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહયું હતું. અને રાત્રીનાં વરસાદી ઝાપટુ પડી ગયું હતું. જયારે આજે સવારથી જ કાળા ડીબાંગ વાદળો વચ્ચે આકાશ ઘેરાયેલું રહયું હતું અને ઝરમરીયો વરસાદ વરસી રહયો હતો. દરમ્યાન આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક દરમ્યાન વિવિધ તાલુકામાં નોંધાયેલા વરસાદ ઉપર એક દ્રષ્ટીપાત કરીએ તો માણાવદર 10 મીમી, વંથલી 2 મીમી, જૂનાગઢ ગ્રામ્ય પાંચ મીમી, ભેંસાણ 4 મીમી, વિસાવદર 19 મીમી, મેંદરડા પાંચ મીમી, કેશોદ 34 મીમી, માંગરોળ પાંચ મીમી, માળીયા હાટીના 12 મીમી, જૂનાગઢ શહેરમાં પાંચ મીમી સહીત છેલ્લા 24 કલાક દરમ્યાન 10 તાલુકામાં સરેરાશ 101 મીમી વરસાદ નોંધાયો છે.