ટમેટા, ડુંગળીના ભાવમાં ભડકો, મોંઘવારીનો અજગર ભરડો

ટમેટા, ડુંગળીના ભાવમાં ભડકો, મોંઘવારીનો અજગર ભરડો

નવી દિલ્હી,તા.30:
ટમેટાં, ડુંગળી અને બટાકાના ભાવ તાજેતરમાં નોંધપાત્ર રીતે વધ્યા છે, જેના કારણે ખાદ્ય ફુગાવા અંગે ચિતા વધી છે. તેનું કારણ એ છે કે આ ત્રણ શાકભાજી ગ્રાહક ભાવ સૂચકાંક (CPI)માં 1.75% દેશના ઘણા ભાગોમાં ચોમાસું હજુ સક્રિય થયું નથી પરંતુ ટામેટાં, ડુંગળી અને બટાકાના ભાવ વધવા લાગ્યા ગયા વર્ષની સરખામણીમાં, ટામેટાંના ભાવમાં 25% અને ડુંગળીમાં 3.3%નો વધારો થયો છે. જોકે, ગત વર્ષની સરખામણીમાં બટાકાના ભાવમાં 17% ઘટાડો થયો છે. ETના અહેવાલ મુજબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ટામેટાં 50% સુધી મોંઘા થઈ ગયા છે, જ્યારે દિલ્હીમાં ભાવ લગભગ બમણા થઈ ગયા છે. આનું કારણ એ છે કે તીવ્ર ગરમીએ ઉત્પાદનને નુકસાન પહોંચાડ્યું છે અને પુરવઠો ખોરવ્યો છે.
એ જ રીતે, કમોસમી વરસાદને કારણે પાકની સંગ્રહ ગુણવત્તા પર અસર થયા પછી ઘણા રાજ્યોમાં ડુંગળીના ભાવમાં 10-20%નો વધારો થયો છે. ચોમાસાની ઋતુ દરમિયાન ડુંગળી અને ટામેટાંના ભાવ સામાન્ય રીતે મોસમી રીતે વધઘટ થાય છે. અલ નીનો અને વિલંબિત વરસાદને કારણે થતી તીવ્ર ગરમીએ ખાસ કરીને નાજુક ટામેટાંના પાકને ગંભીર અસર કરી છે.