ધી જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી.ની શુભેચ્છા મુલાકાત લેતા જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા

બેંકની કામગીરીથી પ્રભાવિત, ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી

ધી જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી.ની શુભેચ્છા મુલાકાત લેતા જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૩૧
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા ધી જૂનાગઢ કોમશિર્યલ કો-ઓપરેટિવ બેન્ક લિ.ની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. આ પ્રસંગે બેન્કના પથદર્શક ડોલરભાઈ કોટેચા દ્વારા જીલ્લા પોલીસ વડાનું પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી તથા સ્મૃતિચિન્હ (મોમેન્ટો) અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુલાકાત દરમ્યાન બેન્કની સ્થાપના પછીથી આજદિન સુધીની વિકાસયાત્રા, ગ્રાહકલક્ષી સેવાઓ, આધુનિક બેન્કિંગ સુવિધાઓ, સહકારી ક્ષેત્રમાં બેન્કના નોંધપાત્ર યોગદાન તેમજ ભવિષ્યના વિકાસલક્ષી આયોજન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. બેન્ક દ્વારા પારદશિર્તા, વિશ્વસનીયતા અને સેવાભાવી અભિગમ સાથે સતત પ્રગતિના નવા સોપાનો સર કરવામાં આવી રહ્યા છે તેની રૂપરેખાથી એસ.પી. પ્રભાવિત થયા હતા. એસ. આર. ઓડેદરા સાહેબે બેન્કની વણથંભી વિકાસયાત્રા, સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સહકારી ક્ષેત્રમાં ભજવાતી મહત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે બેન્કના ચેરમેન, ડિરેક્ટર મંડળ, અધિકારીઓ અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસોને અભિનંદન પાઠવતાં ભવિષ્યમાં પણ બેન્ક ઉત્તરોત્તર પ્રગતિના નવા શિખરો સર કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.