માધવપુર સગીરા અપહરણનો અનડીટેક્ટ ગુન્હો ગણતરીના દીવસોમા જ ડીટેક્ટ કરતી માધવપુર પોલીસ
દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુરના ગાંધવી બંદરવાળો ભગાડી ગયેલ તેને અમદાવાદથી દબોચી લીધો
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૩
પોરબંદર તાલુકાના માધવપુર ગામે એક મજુર વર્ગના પરિવારની સગીર વયની સગીરાનું લલચાવી ફોસલાવીને ૨૬ મી જાન્યુઆરીના અપહર થતા પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. માધવપુર ગામે રહેતા અને મજૂરીકામ કરતા એક ૬૦ વર્ષના વ્યક્તિ માધવપુર પોલીસ સ્ટેશનમાં એવી જાણ કરેલ કે તેની સગીરવયની દીકરીને કોઈ અજાણ્યો વ્યક્તિ લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઈરાદા અન્વયે પોતાના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયેલ છે તેની ફરિયાદ કરતા માધવપુર પોલીસ સ્ટેશનમાં તે ફરિયાદ તા. ૨૭/૦૧/૨૦૨૬ના ૨૨ કલાકના એફઆઈઆર નોંધ નંબર ૧૧૨૧૮૦૧ ૭૨૬૦૦૨૪ અન્વયે દાખલ થતાં માધવપુર પોલીસે સગીરાના અપહરણ નો દાખલ થયેલ ગુન્હાના કેસમાં ગણતરીના દિવસોમાં ઝડપી કાર્યવાહી કરી અજાણી વ્યક્તિનું નામ આપેલ તે નિજામુદીન અનવરભાઇ પટેલીયા ઉ.વ.૨૦ ધંધો. મચ્છીમારી રહે. ગાંધવી બંદર તા.કલ્યાણપુર જી.દેવભુમી દ્વારકાવાળો હોય તેને અમદાવાદ ખાતેથી ભોગ બનનાર સગીરા સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નીલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ દ્વારા અપહરણ થયેલ બાળકો, મહીલાઓ તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કડક સુચનાઓ કરવામા આવેલ જે અનુસંધાને પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષીક ધૃવલ સી. સુતરીયા નાઓની સુચના તેમજ તેમના સચોટ માર્ગદર્શન હેઠળ, માધવપુર પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. કે.એન.ઠાકરીયા નાઓ તથા માધવપુર પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ પો.ક્રમચારીઓ પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પો.હેડ કોન્સ. એચ.એસ. મોઢવાડીયા તથા પો.કોન્સ. રામભાઇ દેવાભાઇ ઓડેદરા તથા પો.કોન્સ. ધર્મેશ ગોવીંદભાઇ વાળાનાઓને સંયુક્ત બાતમી રાહે સચોટ હકિકત મળેલ કે, માધવપુર પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. ૧૧૨૧૮૦૧૭૨૬૦૦૨૪ /૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા- ૨૦૨૩ની ક.૧૩૭(૨),૮૭ મુજબ ના ગુન્હાના કામના ભોગ બનનાર તથા તેને ભગાડી જનાર અજાણી વ્યક્તિ બન્ને અમદાવાદ ખાતે છે. જે હકિકત આધારે અમદાવાદ ખાતે હકીકત વાળી જગ્યાએ જઇ ત્યાંથી ભોગ બનનાર તથા તેને ભગાડી જનાર અજાણી વ્યક્તિ નિજામુદીન અનવરભાઇ પટેલીયા ઉ.વ.૨૦ ધંધો. મચ્છીમારી રહે. ગાંધવી બંદર તા.કલ્યાણપુર જી.દેવભુમી દ્વારકાવાળાને પકડી લઇ માધવપુર પો.સ્ટે.નો ઉપરોક્ત મુજબનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી, આગળની કાર્યવાહી પોલીસ ઇન્સ. માધવપુર પો.સ્ટે.નાઓએ હાથ ધરેલ છે.


