યુક્રેનમાં લક્ષ્મી મિત્તલની સ્ટીલ ફેકટરી પર રશિયાનો મિસાઈલ હુમલો : બે વ્યક્તિના મોત, ૧૪ ઘાયલ

યુક્રેનમાં લક્ષ્મી મિત્તલની સ્ટીલ ફેકટરી પર રશિયાનો મિસાઈલ હુમલો : બે વ્યક્તિના મોત, ૧૪ ઘાયલ

(એજન્સી)              કીવ તા.૧૭
યુક્રેન-રશિયા યુદ્ધમાં હુમલાઓ હવે વધુ ખતરનાક બની રહ્યા છે. રશિયાએ યુક્રેનના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટ પર મિસાઈલ હુમલો કર્યો છે. આ પ્લાન્ટ ભારતીય મૂળના અબજોપતિ લક્ષ્મી મિત્તલની કંપની આર્સેલર મિત્તલનો છે. હુમલામાં બે લોકોનાં મોત થયા છે અને ૧૪ કર્મચારીઓ ઘાયલ થયા છે. આર્સેલર મિત્તલનો આ પ્લાન્ટ યુક્રેનના ક્રિવીરીહ શહેરમાં છે, જે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીનું વતન છે. આ પ્લાન્ટ યુક્રેનનો સૌથી મોટો સ્ટીલ યુનિટ પણ છે. આ હુમલો યુક્રેન દ્વારા રશિયા પર કરવામાં આવેલા મોટા ડ્રોન હુમલાના જવાબમાં કરવામાં આવ્યો હતો. 
આ પહેલા યુક્રેને રશિયાના ઘણા વિસ્તારોમાં સેંકડો ડ્રોન છોડ્યા હતા. રશિયાના મતે, આ હુમલામાં ઓછામાં ઓછા ૬ લોકોનાં મોત થયા હતા.