હવે કલેઈમ કર્યા વગર જ પીએફની રકમ બેંકમાં જમા થઈ જશે : સરકારે શરૂ કરી તૈયારી

હવે કલેઈમ કર્યા વગર જ પીએફની રકમ બેંકમાં જમા થઈ જશે : સરકારે શરૂ કરી તૈયારી

(એજન્સી)     નવી દિલ્હી તા.૩૦
બેંક, LIC અને EPFOમાં હજારો કરોડ રૂપિયા અનક્લેમ્ડ પડ્યા છે, આ રકમ વર્ષ-દર-વર્ષ વધી રહી છે. પરંતુ હવે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ આ પૈસા સાચા હકદાર સુધી પરત કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે.
ઓફલાઈન અને ઓનલાઈન ક્લેમ વગર ૧ લાખથી વધુ કર્મચારીઓના બેંક ખાતાઓમાં નિષ્ક્રિય PFના પૈસા સીધા ટ્રાન્સફર થવા જઈ રહ્યા છે. શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના કર્મચારી EPFOએ આ પ્રક્રિયાને વેગ આપવા માટે ૧.૧૮ લાખ ઇન-એક્ટિવ ખાતાઓની ઓળખ અને વેરિફિકેશનનું કામ પૂર્ણ કરી લીધું છે.
અત્યાર સુધી કોઈ જૂના કે ઇન-એક્ટિવ PF ખાતામાંથી પૈસા ઉપાડવા માટે ખાતાધારકને પોતે ઓનલાઈન કે ઓફલાઈન ક્લેમ કરવો પડતો હતો. પરંતુ સરકારની આ નવી ઓટોમેટિક રિફંડ સિસ્ટમ હેઠળ PF સબ્સ્ક્રાઇબર્સને કોઈ ફોર્મ ભરવું પડશે નહીં. EPFO પોતે આવા ખાતાઓની ઓળખ કરીને આધાર સાથે જોડાયેલા બેંક ખાતાઓમાં વ્યાજ સહિતની પૂરી રકમ સીધી ટ્રાન્સફર કરી દેશે.