2027માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ : અમીત શાહે મેરેથોન બેઠક યોજી

2027માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ : અમીત શાહે મેરેથોન બેઠક યોજી

ગાંધીનગર તા.17
ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીના 18 માસ પુર્વે જ ભાજપે હવે ફરી એક વખત રેકોર્ડબ્રેક બેઠકો જીતવાની તૈયારી શરૂ કરી દીધી છે. ગઈકાલે રથયાત્રામાં મંગળા દર્શન માટે ખાસ આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે લગભગ બે કલાક સુધી પક્ષના વડામથક ‘કમલમ‘ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ- નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર તથા પક્ષના ચારેય મહામંત્રીઓ સાથે ચર્ચા કરીને આગામી ચુંટણી પુર્વેની સંગઠન-સરકારની કામગીરીનું માર્ગદર્શન આપી તુર્તજ તેનો અમલ કરવા જણાવ્યુ હતું. અમીત શાહે સરકાર-સંગઠનની પહોચ લોકો સુધી વધુ મજબૂત બને તે જોવા ખાસ તાકીદ કરી હતી. હજું આ વર્ષે જ સ્થાનિક ચુંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો તો તે સમયની વિધાનસભા મતોની ટકાવારી-2022ની ચુંટણીના આંકડા સાથે સરખાવી જયાં ‘કમજોર‘ કડી હોય તે ક્ષેત્રમાં વધુ ધ્યાન આપવા સરકાર-સંગઠનને જણાવ્યું હતું તો ફરી રાજકીય પડકાર જ નહી પણ રાજયમાં શાસન-તંત્ર સામેના પડકાર નજર અંદાજ ન થાય તે જોવા તાકીદ કરી હતી.