4500 મીટર તપાસમાં કંઈ ન મળતા માણાવદર તાલુકાના બુરી ગામે ઓએનજીસી દ્વારા ચાલતા ઓઈલ સંશોધનની કામગીરી પર પૂર્ણ વિરામ
(પ્રતિનિધિ દ્વારા)
માણાવદર તા.17
માણાવદર તાલુકાના બુરી ગામે ONGC દ્વારા છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી ઓઈલ સંશોધન કામગીરી હાથ ધરી હતી. જેને પગલે આજુબાજુ જમીનોના ભાવ વધી ગયા હતા અને વિકાસ થશે તેવું માનવામાં આવતું હતું. ત્યારે ONGCના નિષ્ણાતો દ્વારા છેલ્લે 3 હજાર અને 4500 મીટર સુધી પહોંચ્યા બાદ પણ કાંઇ ગેસ કે કોઈ ખનીજ ન મળતા ઓએનજીસી કંપની દ્વારા બુરી ગામે ONGC દ્વારા પૂર્ણ વિરામ મૂકી દીધું. હજી નાકરા ગામે ONGC સંશોધન કામગીરી ચાલુ છે જોઈએ હવે શું મળે છે. હાલ તો આ વિસ્તારમાં કોઈ ખનીજ મળ્યું નથી ત્યારે આ પંથકમાં વિકાસની આશા ઠગારી નીવડી છે.


