માણાવદરના બાંટવા ગામનો વિદ્યાર્થી હનીટ્રેપમાં ફસાયો, એક લાખ ગુમાવ્યા

0

જૂનાગઢ જીલ્લાના બાંટવા ગામના વિદ્યાર્થી સાથે ઈન્સ્ટાગ્રામમાં મીત્રતા કેળવી વાતચીત કરતા સામે વાળાએ હનિટ્રેપમાં ફસાવી વિડીયો ડીલીટ કરવાના બહાને રૂા.૧,૦૭,૦૦૦ની છેતરપિંડીની ફરિયાદ પોલીસ દફતરે નોંધાય છે. બાંટવા ગામના ધોબી કામ કરતા કિશોરભાઈ મુળજીભાઈ વાજાએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર તેમનું દીકરો જેનું નામ ધાર્મિક હોય અને ધોરણ ૧રમાં અભ્યાસ કરતો હોય તેના ઈન્સ્ટાગ્રામ આઈડીમાં એક આઈડીનો મેસેજ આવેલ અને વાતચીત કરી મીત્રતા કેળવી વોટસએપ નંબર મેળવી વાતચીત કરી હતી. દરમ્યાન વોટસએપમાં વિડીયો કોલ કરીને ધાર્મિકે યુવતી સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ અજાણ્યા નંબર ઉપરથી પોતે આઈપીએસ અધિકારી હોવાની ઓળખ આપી અને ધાર્મિકનો વિડીયો યુટ્યુબ ઉપર વાયરલ કર્યો છે. જેની ડીલીટ કરાવો નહીતર તમારા દિકરાની ધરપકડ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આથી તેમના પીતાએ વિડીયો ડીલીટ કરાવવા માટે નંબર ઉપર કોલ કરતા સામે વાળા વ્યકિતએ સૌપ્રથમ રૂા.૧પ,પ૦૦ ગુગલ પે કરો તો જ ડીલીટ થશે તેમ જણાવી અને તેની પાસેથી કટકે કટકે વિડીયો ડીલીટ કરવાના બહાને કુલ રૂા.૧,૦૭,૦૦૦ પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!