જૂનાગઢ બાર એસોસિએશનની તા.રર ડિસેમ્બરે ચૂંટણી : વકીલોમાં ભારે ઉત્સાહ

0

જૂનાગઢ બાર એસોસિએશનની ચૂંટણી માટે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બન્યું છે. પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જાેઈન્ટ સેક્રેટરી, ખજાનચી, કારોબારી સભ્યો સહિતના ૧૪ હોદ્દેદારોની ચૂંટણી માટે આગામી તા.રર ડિસેમ્બરે મતદાન થશે. જૂનાગઢ બાર એસોસિએશનના ૧૪ હોદ્દેદારોની ચૂંટણી જાહેર થતા કુલ ૬૦ ફોર્મ ભરાયા હતા. જેમાં તા.૧૧ ડિસેમ્બરે ફોર્મની ચકાસણી કરવામાં આવી, તા.૧ર ડિસેમ્બરે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હતી જેથી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બન્યું છે, જેમાં ફાયનલ ઉમેદવારો તરીકે પ્રમુખ પદ માટે ગજેરા મનસુખભાઈ અરજણભાઈ, જયદેવભાઈ રસિકલાલ જાેશી, દિપેન્દ્ર અમરનાથ યાદવ, ઉપપ્રમુખ માટે ધર્મિષ્ઠાબેન જગદિશભાઈ જાેશી, કુંભાણી ધીરજલાલ વ્રજલાલ, લાખાણી મહેશકુમાર ભગવાનજી, નરેન્દ્ર લાલજીભાઈ મોણપરા, યોગેન્દ્રસિંહ મનહરસિંહ ઠાકોરના ફોર્મ રહ્યા છે. તેમજ સેક્રેટરી પદ માટે મનોજ મનહરલાલ દવે, ગજેરા મનસુખભાઈ અરજણભાઈ, ભાવેશ મેરામભાઈ ઝીઝુવાડીયા, જાેઈન્ટ સેક્રેટરી માટે ચૌહાણ ધર્મિષ્ઠાબેન, હિરેન રજનીકાંત ગણાત્રા, રાજકુમાર દયારામ હિરાણી, મહેશચંદ્ર બાલકૃષ્ણ જાની, ખજાનચી માટે બાબરીયા અજીતભાઈ સમજુભાઈ, ભટ્ટ નીલેશ પ્રવિણચંદ્ર, મારૂ હસમુખ ભગવાનજીના ફોર્મ માન્ય રહ્યા છે. તેમજ સીનીયર કારોબારી સભ્ય માટે ૭ ફોર્મ, મહિલા અનામત કારોબારી માટે ૪ અને કારોબારી સભ્ય માટે ર૪ ફોર્મ માન્ય રહ્યા છે. આગામી તા.રર ડિસેમ્બરે મતદાન થશે. જેમાં કુલ ૭૬૬ મતદારો છે અને મતદાન બાદ બીજા દિવસે તા.ર૩ ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે ચૂંટણી અધિકારી આર.ડી. ઠાકરની નિયુકતી કરવામાં આવી છે.

error: Content is protected !!