દિવ્યધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

0

“ચાલો આપણે સાથે મળીને કોઈનો જીવ બચાવીએ, રક્તદાન કરીને આપણું વ્યક્તિત્વ મહાન બનાવીએ !”ની ઉદાત ભાવના ચરીતાર્થ કરતા દિવ્યધામના યુવાનો

આપણા જાણીએ છીએ તેમ અકસ્માતોથી સૌથી વધુ માનવ જીંદગી કાળની ગર્તામાં સમાતી હોય છે. માનવસર્જીત અને કુદરતી આફતો વડે થતી જાનહાનિ ત્યારપછીના ક્રમે આવે છે. આવી કોઈ પણ દુર્ઘટના બને ત્યારે રક્તની સૌથી વધુ જરૂર પડે છે. સામાન્ય રીતે મોટી દુર્ઘટના સર્જાય ત્યારે બ્લડબેંકોમાં રક્ત ખૂટી પડે છે. આવા સમયે ચોક્કસ ગ્રુપના રક્ત માટે રેડિયો, ટીવી અને સોશિયલ મીડિયામાં જાહેર અપીલ કરવી પડે છે. બ્લડબેંન્કો કટોકટીમાં બોલાવી શકાય એવા રક્તદાતાઓની યાદી રાખે છે. આમ છતાં અમુક ગ્રુપના રક્તની કાયમ અછત રહે છે. અમુક બ્લડગ્રુપ ધરાવતી વ્યક્તિઓ એકલ-દોકલ જ હોય છે. આવી વ્યક્તિને રક્તની જરૂરિયાત ઊભી થાય, ત્યારે ભારે મુશ્કેલી સર્જાય છે. જનસંખ્યાનાં પ્રમાણમાં રક્તદાતાઓની સંખ્યા સાવ થાય એટલે રક્તની આકસ્મિક ઊભી થતી માંગને પહોંચી વળવામાં તક્લીફ પડે છે. આપણા દેશમાં થેલેસેમિયાના દર્દીઓ પ્રમાણ ઘણું વધારે છે. જેમને સરેરાશ દર મહિને રક્ત ચડાવવું પડે છે. તેમને માટે બ્લડબેંન્કોએ રક્તનો જથ્થો અનામત રાખવો પડે છે. આથી બ્લડબેંન્કોને હંમેશાં રક્તની જરૂર પડે છે. પચાસ વર્ષથી ઓછી ઉંમરની તંદુરસ્ત વ્યક્તિ રક્તદાન કરી શકે છે. પણ એવી, વ્યક્તિઓમાંથી બહુ ઓછા લોકો રક્તદાન કરે છે. કેટલાક લોકો ક્યારેય રક્તદાન કરતા જ નથી અને કેટલાક લોકો પ્રસંગોપાત્ત જ રક્તદાન કરે છે. આપણી સંસ્કૃતિમાં દાન-પુણ્યનો ઘણો મહિમા છે. જરૂરિયાતમંદ લોકો માટે દાતાઓ છૂટે હાથે ધનદાન, વસ્ત્રદાન અને અન્નદાન કરે છે. આ દાનોની જેમ રક્તદાન પણ પુણ્યનું કામ છે. ઉપરાંત તે આપણી સામાજિક જવાબદારી પણ છે. આપણે આપેલા રક્તથી કોઈનું જીવન બચી શકે છે. તેથી જ રક્તદાન એ ખરેખર મહાદાન છે. સ્વસ્થ વ્યક્તિએ નિયમિત રક્તદાન કરવું જાેઈએ અને બીજાઓને પણ આવી પ્રેરણા આપવી જાેઈએ. બસ આવી જ વિભાવના સાથે દિવ્યધામ નાં યુવાનો દ્વારા “ચાલો આપણે સાથે મળીને કોઈનો જીવ બચાવીએ, રક્તદાન કરીને આપણું વ્યક્તિત્વ મહાન બનાવીએ!”ની ઉદાત ભાવના ચરીતાર્થ કરી હતી. દિવ્યધામ ચેરીટેબલ ટ્રસ્ટ વલારડી દ્વારા રક્ત ભારતી બ્લડ ડોનેશન સેન્ટર સુરત ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં અનેક યુવાનોએ રક્તદાન કર્યુ હતુ. બ્લડ ડોનેટ કરનાર તમામ રક્ત રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરીને કોઈ જરૂરિયાતમંદ દર્દીને નવજીવન બક્ષ્યું છે. આ અંગે દિવ્યધામ ચેરીટેબલ ટ્રસ્ટનાં રાજુભાઇ વઘાસિયાએ જણાવ્યું હતું કે રકતદાન એ તો ઉત્તમ માનવ ધર્મ છે. આજે અમારા દિવ્યધામનાં અનેક સભ્યોએ થેલેસેમીયા ગ્રસ્ત બાળકોનાં જીવનમાં ઉજાસ પ્રસરાવવા અને ગરીબ દર્દીઓને આફતનાં સમયે રક્ત મળી રહે એ આશયે રક્તદાન કર્યુ છે. દિવ્યધામ ટ્રસ્ટ રક્તદાન કરનાર રક્ત દાતાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે રક્તદાન દાનને માટે અમો ખુબ ઋણી છીએ દરેક રક્ત દાતા વંદન અને અભિનંદનને પાત્ર છે. દિવ્યધામ ચેરીટેબલ ટ્રસ્ટ યુવાનોને રક્તદાન કરી મુરજાતી જીંદગીને નવપલ્લવીત કરવા અનુરોધ કરે છે.

error: Content is protected !!