જીલ્લા પંચાયતના સ્પોર્ટ્સ ક્લબ ગાંધીચોક ખાતે ચીફ ક્રિકેટ કોચ હનીફભાઈ કુરેશી પાસે ક્રિકેટ કોચિંગ લઇ રહેલ વિનોદ કરમુરને ક્રિકેટ સાથે લાંબીકૂદઅને ઉંચીકુદની કોચિંગ દ્વારા ટ્રેનીંગ આપતા કુરેશીસરે હીરાને પારખી લીધો અને ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા એડમિશન દેવડાવેલ હાલમાં ગુજરાત રાજ્યની રમતમાં વિનોદે લાંબીકૂદ અને ઉંચીકુદમાં પ્રથમ નંબરે આવી ગોલ્ડ મેડલ મેળવેલ છે. ગુજરાતની ટીમ તરફથી સાંઈના ખેલાડી વિનોદ કરમુર ઇન્ડિયા લેવલે તા.૨૮-૧૧-૨૦૨૩ના રોજ હિમાચલ પ્રદેશ ધર્મશાળાના ગ્રાઉન્ડ ખાતે વિનોદે પ્રથમ નંબર આવી ઇન્ડિયા લેવલ ઉંચીકુદમાં ગોલ્ડ મેડલ અને લાંબીકૂદમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. સયુંકત ભારતીય ખેલ ફાઉન્ડેશનના સેક્રેટરી શિવા ત્રિવેદી મેડમ દ્વારા વિનોદને ઉંચીકુદમાં ગોલ્ડ મેડલ અને લાંબીકુદમાં સિલ્વર મેડલ અર્પણ કરેલ મૂળ દ્વારકાના વિનોદે ગુજરાતનું તથા ક્રિકેટ કોચ હનીફભાઈ કુરેશીનું નામ રોશન કરેલ છે. ટૂંક સમયમાં વિનોદનું જીલ્લા પંચાયત સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ અતુલભાઈ વ્યાસ દ્વારા બહુમાંનનો કાર્યક્રમ રાખવામાં આવશે તેમજ વિનોદ ટૂંક સમયમાં ઇન્ટરનેશનલ લેવલે ટુર્નામેન્ટમાં ભાગ લેવા જશે તેમ જાણવા મળે છે.