આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલ જૂનાગઢનું ગૌરવ : સ્કૂલના ૪ વિદાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા

0

આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલ જૂનાગઢ અંગ્રેજી માધ્યમના ધોરણ ૩ થી ૯ની ૩૦ વિદ્યાર્થીઓએ સાયન્સ ઓલમ્પિયાડ ફાઉન્ડેશન(એસઓએફ)-દિલ્હી દ્વારા યોજવામાં આવતી ઈન્ટરનેશનલ જનરલ નોલેજ ઓલમ્પિયાડ(આઈજીકેઓ)ની પરીક્ષામાં ભાગ લીધો હતો. તે પૈકી ૪ વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્રો મેળવીને શાળાનું ગૌરવ વધારેલું છે. ભારતી સૌમ્ય ભાવેશભાઈ, રાજાેગોર યથાર્થ પરેશભાઈ, જેઠવા મયંક વિમલભાઈ, વાઢેર દિયા કૈલાશકુમારને સાયન્સ ઓલમ્પિયાડ ફાઉન્ડેશન દ્વારા ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ છે. આલ્યા ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલક જી.પી. કાઠી, પ્રિન્સીપાલ ગઢીયા ખુશ્બુબેન અને પરમાર હંસાબેન દ્વારા વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

error: Content is protected !!