કેશોદના ડેરવાણ ગામે શહિદ જવાનને શ્રધ્ધાંજલિ અપાઈ

0

કેશોદનાં ડેરવાણ ગામે સીઆરપીએફના શહિદ જવાનને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. જૂનાગઢ જીલ્લાના કેશોદ તાલુકાના ડેરવાણ ગામના દેવદાન બકોત્રા છેલ્લા ચાર વર્ષથી સીઆરપીએફમાં ફરજ બજાવી રહ્યા હતા. હાલમાં મુકેશ અંબાણીના બંગલે ફરજ ઉપર હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે મીસ ફાયરીંગ થતાં, દેવદાનભાઈ બકોત્રા ઘાયલ થતાં સારવાર ચાલી રહી હતી. સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજતા, સીઆરપીએફ જવાન દેવદાન બકોત્રાના અવસાનની જાણ થતા તેને શ્રદ્ધાંજલિ આપતા ફોટા ગત સાંજથી સોશ્યલ મીડીયામાં વાયરલ થઈ રહ્યા હતા. આજે સવારે દેવદાન બકોત્રાના પાર્થિવ દેહને વતન ડેરવાણ ગામે લાવવામાં આવેલ જ્યાં શહિદ જવાન દેવદાનભાઈ બકોત્રાને પુષ્પ, હારથી ધારાસભ્ય, મામલતદાર, કુટુંબીજનો, ગ્રામજનોએ શ્રધ્ધાંજલી આપી હતી. શહિદ જવાનની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જાડાયા હતા. આ બનાવથી સમગ્ર ડેરવાણ તથા તાલુકાભરમાં શોકની લાગણી જાવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેવદાન બકોત્રા તેના માતા-પિતા સાથે રહેતો હતો અને બે વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા.