જૂનાગઢ શહેર અને જીલ્લાની પોલીસની માનવતા મહેંકભરી સેવાની કામગીરીને સેલ્યુટ

0

પ્રજાનાં જાન-માલની સલામતી તેમજ કાયદો અને તેની સ્થિતીની એટલે કે લો એન્ડ ઓર્ડરની સ્થિતીનું યોગ્ય રીતે સંકલન કરવાની જવાબદારી જેઓનાં શિરે છે તેવું જૂનાગઢ શહેર જીલ્લાનું અને ગુજરાતભરનું પોલીસતંત્ર કુદરતી આફતો સહિતની ગમે તેવી આપત્તિનાં સમયે પણ લો એન્ડ ઓર્ડરની સ્થિતી સાથે-સાથે પ્રજાલક્ષી કામગીરી પણ સુપેરે નિભાવી રહેલ છે. હાલ સમગ્ર દેશ અને વિશ્વમાં કોરોનાં વાયરસનાં સંભવિત આક્રમણને ખાળવાની કામગીરીનાં ભાગરૂપે પોલીસ વિભાગ પણ અન્ય લોકજાગૃતિ, સેવાકીય પ્રવૃત્તિ સહિતની કામગીરીમાં ઓતપ્રોત છે. ત્યારે આપણું જૂનાગઢ એટલે કે કોમી-એકતાનાં શહેર તરીકે પ્રખ્યાત એવાં જૂનાગઢ શહેર અને જીલ્લાનાં પોલીસ તંત્ર વિભાગ દ્વારા પણ વિશિષ્ટ કામગીરી હાલ બજાવી રહેલ છે. લોકડાઉનની આ સ્થિતીમાં જરૂરીયાતમંદોને સહાયરૂપ બનવું, ગુમ થયેલી-ખોવાયેલી વ્યકિતઓનું મિલન કરાવવું તેમજ હાલનાં સંજાગોમાં પ્રેમથી અને સંયમપૂર્વક લોકોને બિનજરૂરી અવરજવર ન કરવા બાબત પણ સમજાવટભર્યું ઉમદાકાર્ય બજાવી રહેલ છે. સેવાનાં વિવિધ ક્ષેત્રો ઉપર હાલ ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જીલ્લા પોલીસવડા સૌરભસિંઘ તેમજ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન અને સુચના અંતર્ગત સમગ્ર જીલ્લાનું પોલીસતંત્ર ખડેપગે રહ્યું છે ત્યારે સેવાની આ કામગીરીમાં ઓતપ્રોત બની ગયેલી જૂનાગઢ શહેર અને જીલ્લાની પોલીસની કામગીરીને સેલ્યુટ આપવામાં આવે છે. આ અંગે વધુમાં મળતી વિગત અનુસાર જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસવડા સૌરભસિંઘ દ્વારા જૂનાગઢ જીલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ.
હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામાં મુજબ કાર્યવાહી ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે ત્યારે રોજનું કમાઈને રોજ ખાતા પરિવારો માટે કપરાં સંજોગો સર્જાયા છે, ત્યારે આવા હેન્ડ ટુ માઉથ લોકો માટે દિવસો કાઢવા દુષ્કર બનેલા છે. આવા સમયે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર ટ્રાફિકના પીએસઆઇ એ.સી.ઝાલા તથા સ્ટાફના બંદોબસ્તમાં રહેલ પોલીસ દ્વારા બંદોબસ્ત અને કાયદાના અમલ કરાવવાની સાથે આવા જરૂરિયાત મંદ લોકોને સામાજિક કાર્યકરોના સહકારથી જમવાનુ અને નાસ્તો પૂરો પાડી, અનોખી સેવાનો યજ્ઞ ચાલુ કર્યો છે.
જૂનાગઢ ડિવિઝનનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ બંદોબસ્તમાં રહેલ સ્ટાફનાં ધ્યાન ઉપર મજૂરી કરતા લોકોની પરિસ્થિતિ આવતાં, જૂનાગઢ શહેરનાં સામાજિક કાર્યકર રજાકભાઈ હુસેનભાઈ હાલા અને તેમની ટીમ દ્વારા જૂનાગઢ શહેર ટ્રાફિક શાખાના પીએસઆઇ અરવિંદસિંહ ઝાલા, હે.કો. પંકજભાઈ, સંજયભાઈ, ઝવેરગીરી, જયેશભાઇ, દેવેન્દ્રસિંહ, અશોકભાઈ, ટીઆરપી પવનભાઈ, ભાવિનભાઈ સહિતના સ્ટાફ દ્વારા રેલ્વે સ્ટેશન તથા ફૂટપાથ ઉપર રહેતા મજૂરો, ભિખારીઓ તથા છોકરાઓને જમવાનું તથા નાસ્તો આપી, બંદોબસ્તની સાથે સેવાકીય કાર્યવાહી કરવામાં આવતા, ઝૂંપડામાં વસતા મજૂરો અને છોકરાઓ ભાવ વિભોર થયેલ હતા. પોલીસની સહિષ્ણુતા ભરી કામગીરીથી રેલ્વે સ્ટેશન તથા ફૂટપાથ ઉપર વસતા ઝુપડામાં રહેતાં લોકોના માનસપટ ઉપર એક અલગ જ છાપ પાડી હતી. કોરોનાના કહેર સામે લડતા લોકોની પડખે રહી, લોક ડાઉનનો અમલ કરાવવાની બંદોબસ્તની કપરી કામગીરીની સાથે સાથે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જરૂરિયાત મંદોની સાથે રહી, મદદ કરવાની સેવાકીય કાર્યવાહી થી ઝૂંપડામાં વસતા લોકોને પણ કોરોના વાયરસ સામે લડવાનું બળ પૂરૂં પાડવામાં આવેલ છે. જૂનાગઢ જીલ્લાનાં પોલીસ અધિક્ષક સૌરભસિંઘ દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કપરા સંજોગોમાં ભોજન કરાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું.

error: Content is protected !!