જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરના મધુરમ, દિપાંજલી વિસ્તારમાં રહેતા પ્રેમભાઈ સોની(નામ બદલાવેલ છે) તથા તેના સિનિયર સીટીઝન એવા પિતાએ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી, પોતે પિતા પુત્ર પોતાના એપાર્ટમેન્ટ ખાતે જ સોનીની દુકાન ધરાવતા હોય, સુરેશભાઈ(નામ બદલાવેલ છે) તથા તેના કુટુંબીજનો પોતાના ગ્રાહક હોય તેમજ અવાર-નવાર ખરીદી કરવા આવતા હોય, તેની સાથે ઓળખાણ થતા, મિત્રતા થયેલ હતી. સામાવાળા સુરેશભાઈએ પ્રેમભાઈને પોતાના સોનાના સેટ આઈઆઈએફએલ બેંકમાં ગીરવે મુકેલ હોય, તે ત્રણ સોનાના સેટ છોડાવવા માટે રૂપિયાની જરૂર હોવાનું જણાવી, સોનાના સેટ છૂટી જાય તો, સોનુ લઈને રૂપિયા વાળી દેશે, જેથી પોતાને વ્યાજ ભરવું ના પડે, એવું જણાવી, રૂા.૩,૫૦,૦૦૦/- લઈને સોનુ છોડાવી, પ્રેમભાઈને એક સેટ છોડાવી, રૂા.૧,૪૫,૦૦૦/- પરત આપી પણ દીધા હતા. ત્યારબાદ બે સેટ છોડાવી આપતા, સુરેશ દ્વારા પોતાના અન્ય મિત્ર વધુ રૂપિયા આપતા હોવાનું જણાવી, એને વહેંચી બાકીના રૂપિયા પરત આપી દેવાનું જણાવી, વિશ્વાસમાં લઈ, રૂા.૨,૦૫,૦૦૦/- પરત આપવા આવેલ ના હતો. સોની વેપારીને સોનાના દાગીનામાં ઘાલમેલ કરી હોવાનું જણાવી, આ ઘરેણાં પોતાના મિત્ર ના હોય એ માથાભારે હોય, પોતાને અને પ્રેમને માર મારવાની ધમકી આપી, ડરાવી, વિશ્વાસઘાત કરતા, નાના સોની વેપારીને મિત્રતામાં રૂા.૨,૦૫,૦૦૦/- ખોવાનો વારો આવતા, તેઓ મુંઝાયા હતા અને પોતાની મરણ મૂડી સામાન કમાણી પચાવી પાડવાનો ભય લાગતા, ગળગળા થઈને રજુઆત પણ કરવામાં આવી હતી. આ બાબતે અરજદાર દ્વારા સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અરજી આપેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.જે. ગઢવી, સ્ટાફના હે.કો. નિલેશભાઈ, નાથાભાઇ, આઝાદસિંહ, ચેતનસિંહ, સંજયસિંહ, ઇન્દુભા, ભાવિકભાઈ સહિતની ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે રૂા.૨,૦૫,૦૦૦/- પરત નહીં આપતા, સામેવાળા ઉપર કાયદા હેઠળ વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુન્હો દાખલ કરાવા દબાણ લાવતા, પોલીસની ભાષામાં સમજાવતા, સામાવાળા ઉભા ઉભા રૂા.૧,૫૦,૦૦૦/- પરત સોંપવા માટે તૈયાર થઈ ગયેલ હતો અને બાકીના રૂા.૫૫,૦૦૦/- નો ચેક આપી, ૧૫ દિવસની મુદ્દત માંગેલ હતી. ઉપરાંત, પોતે લીધેલા રૂા.૫૫,૦૦૦/- પણ પરત આપતા, અરજદાર તથા તેના સિનિયર સીટીઝન પિતા દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, અરજદારોને હવેથી તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી. અરજદારને પોલીસનો આવો અનોખો અનુભવ અને પોતાના રૂા.૨,૦૫,૦૦૦/- પરત મળતા, ખૂબ જ આનંદિત થઈ, અરજદાર દ્વારા આનંદ વ્યક્ત કરી, જાે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાની કમાણી હાથમાંથી જતી રહેત, એવી લાગણી વ્યક્ત કરી, કામ કરનાર જૂનાગઢ પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત કરતા હોય, સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા અરજદારને મિત્રતાની આડમાં છેતરવા નીકળેલ સામાવાળા પાસેથી બાકી રહેતા રૂપિયા પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews