જૂનાગઢ સહિત રાજયભરમાં તેમજ દેશભરમાં કોરોનાનાં સંક્રમણની સંખ્યા સતત વધી રહી છે જેની સામે તકેદારીનાં પગલા અંતર્ગત એસઓપી ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવી રહેલ છે. તેમજ ગુજરાતનાં ૮ મહાનગરો, ર શહેરો તેમજ વધુ ૧૭ નગરોમાં રાત્રી કર્ફયુની અમલવારીની મુદત વધારી દેવામાં આવી છે. જૂનાગઢ જીલ્લા અને શહેરમાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઈ રહયો છે ત્યારે ત્રીજી લહેરમાં ૭૬ પોલીસ કર્મીઓ તેમજ સિવીલ હોસ્પિટલનો ૧૧નો સ્ટાફ પણ કોરોના સંક્રમિત થયો છે. શનિવારે જૂનાગઢ જિલ્લામાં ૧૫૬ને કોરોના પોઝિટીવ આવ્યો હતો સામે ૧૦૮ દર્દીએ કોરોનાને હરાવ્યો હોય તેને રજા અપાઇ હતી. દરમ્યાન રવિવારે કેસમાં ઘટાડો થવા સામે સાજા થનારની સંખ્યા વધી હતી. રવિવારે ૧૧૭ કેસ નોંધાયા હતા. આમ, શનિવાર કરતા રવિવારે ૩૯ કેસ ઘટયા હતા. રવિવારે જૂનાગઢ જિલ્લામાં આવેલ કેસમાં જૂનાગઢ સિટીમાં ૮૦ કેસ, જ્યારે માણાવદર તાલુકામાં ૧૨, વિસાવદર તાલુકામાં ૧૩, જૂનાગઢ તાલુકામાં ૬, કેશોદ તાલુકામાં ૩, વંથલી તાલુકામાં ૨ અને માળીયા હાટીના તાલુકામાં ૧ કેસનો સમાવેશ થયો છેે. જ્યારે કુલ ૧૨૪ દર્દીએ કોરોનાને હરાવ્યો હોય તેને રજા અપાઇ છે. ડિસ્ચાર્જ થયેલા દર્દીમાં જૂનાગઢ સિટીમાં ૯૦, જૂનાગઢ અને વંથલી તાલુકામાં ૯-૯, કેશોદ તાલુકામાં ૭, વિસાવદર તાલુકામાં ૪, માળીયા હાટીના તાલુકામાં ૨ તેમજ ભેંસાણ, મેંદરડા અને માંગરોળ તાલુકામાં ૧-૧ કેસનો સમાવેશ થયો છે. કુલ ૧૧૭ કેસ સામે ૧૨૪ દર્દી ડિસ્ચાર્જ થયા છે. દરમ્યાન કોરોનાની ત્રીજી લહેરમાં અત્યાર સુધીમાં અનેક તબીબી તેમજ પોલીસ સ્ટાફ પણ કોરોના સંક્રમિત બન્યો છે. આ અંગે સિવીલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. સુશીલકુમારે જણાવ્યું હતું કે, પોતાની જાનની પણ પરવાહ કર્યા વિના તબીબી સ્ટાફ દ્વારા દર્દીઓની સારવાર કરાઇ રહી છે. ત્યારે કેટલોક તબીબી સ્ટાફ પણ કોરોના સંક્રમિત બન્યો છે. આમાં ૨ ડોકટરો, ૭ નર્સિંગ સ્ટાફ તેમજ વર્ગ ૪ના ૨ કર્મી મળી કુલ ૧૧નો સ્ટાફ કોરોના સંક્રમિત બન્યો છે. જાેકે, તેમ છત્તાં કોરોનાના પેશન્ટની સારવારમાં કોઇ મુશ્કેલી પડી નથી. જ્યારે એલઆઇબીએ જણાવ્યું હતું કે ત્રીજી લહેરમાં કોરોના સંક્રમિતમાંથી પોલીસ કર્મીઓ પણ બાકાત નથી. લોકોની સેવામાં સતત રહેતા પોલીસ કર્મીઓ પણ કોરોના પોઝિટીવ બન્યા છે. આમાં ૧ ડિવાયએસપી, ૧ પીઆઇ, ૩ પીએસઆઇ અને ૭૧ પોલીસ કર્મીનો સમાવેશ થાય છે. હાલ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હોય લોકો કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરે તે અત્યંત આવશ્યક છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews