અમાસ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘાનો શણગાર એવમ્ ૨૦૦ કિલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો

0

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અમાસ નિમિતે તા.૨૯-૦૩-૨૦૨૫ને શનિવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ દાદાને વાઘાનો દિવ્ય શણગાર એવમ્૨૦૦ કિલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો હતો. આજે સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી અને સવારે ૭:૦૦ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિરની યજ્ઞશાળામાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક ભક્તોએ આ અનેરા દર્શનનો ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

error: Content is protected !!