કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં બ્રહ્મસમાજ દ્વારા શ્રધાંજલિ રેલી યોજાઈ

0

કાશ્મીરના પહેલગામ ખાતે તીર્થયાત્રીઓ પર થયેલા બિનમાનવિય આતંકી હુમલાના વિરોધમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ જૂનાગઢ મહાનગર અને જિલ્લાની આગેવાની હેઠળ આઝાદ ચોકથી ગોદળ અખાડા કાળવા ચોક સુધી રોષ રેલીનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ રેલીમાં મહિલા પાંખ, યુવા પાંખ, સિનિયર સિટીઝન ગ્રુપ, મીડિયા સેલ અને અન્ય સંલગ્ન સંસ્થાઓ સાથે તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો પણ મોટી સંખ્યામાં જાેડાયા હતા. રેલી દરમ્યાન હુમલાની ઘટનાની ઘોર નિંદા કરવામાં આવી અને હુમલાખોર આતંકીઓ સામે તાત્કાલિક અને કડક પગલાં લેવામાં આવે એવી મજબૂત અપીલ કરવામાં આવી. સનાતન હિન્દુ સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી રાષ્ટ્રીય એકતા, શાંતિ અને સુરક્ષાને પ્રાથમિકતા આપવા માટે જે એકતા દર્શાવી તે પ્રશંસનીય રહી.

error: Content is protected !!