આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વડોદરા જેલમાં મોકલાયા

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વડોદરા જેલમાં મોકલાયા

વડોદરા, તા.24
ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની શંકુતલા વસાવા સહિત કુલ 9 આરોપીઓને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા છે.
આ તમામ આરોપીઓને નર્મદા એડિશનલ સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર થયેલા હુમલા અને ધમકી આપવાના ગંભીર કેસમાં 7 વર્ષની કેદની સજા ફટકારી છે.
વડોદરા સેન્ટ્રલ જેલ પહોંચ્યા બાદ, જેલ પ્રશાસન દ્વારા નિયત કરવામાં આવેલી તમામ કાયદાકીય અને વહીવટી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં આરોપીઓના મેડિકલ ચેકઅપથી લઈને તેમના કેદી નંબરની ફાળવણી, બેરેકની ફાળવણી અને જેલના નિયમો અને પ્રક્રિયાઓની સમજ આપવાનો સમાવેશ થાય છે.