ચીન-રશિયા યુધ્ધમાં ઝંપલાવશે તો પરિણામ ખરાબ આવશે : ટ્રમ્પની ચેતવણી
(એજન્સી) વોશિંગ્ટન તા.25
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જણાવ્યું હતું કે તેમને નથી લાગતું કે ચીન કે રશિયા ઈરાન યુદ્ધમાં સામેલ છે. જોકે, તેમણે ધમકી આપી હતી કે જો બંને દેશોએ આ યુદ્ધમાં દખલગીરી કરી તો તેના ગંભીર પરિણામો આવશે અને તે તેમના માટે સારું નહીં હોય. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે તાજેતરમાં બેઇજિંગમાં થયેલી તેમની મુલાકાત દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેમને ખાતરી આપી હતી કે તેઓ કોઈપણ સંજોગોમાં ઈરાનને હથિયારો નહીં આપે. તેમણે એમ પણ કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ તેમને કહ્યું હતું કે તેઓ ઈરાનને હથિયારો નહીં વેચે.


