જૂનાગઢ જીલ્લામાં પોલીસના જુગાર દરોડા : ૩૩ જુગારીઓ ઝડપાયા

જૂનાગઢ જીલ્લામાં પોલીસના જુગાર દરોડા : ૩૩ જુગારીઓ ઝડપાયા

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.ર૦
જૂનાગઢ જીલ્લામાં પોલીસે જુગાર અંગે દરોડાઓ પાડી બે જુગાર અખાડા સહિત જાહેરમાં જુગાર રમતા શખ્સો સામે તવાઈ બોલાવી ૩૩ જેટલા જુગારીઓને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે. 
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભેંસાણ પોલીસે સામતપરા ગામે ભીમભાઈ મેરામભાઈ ગરસડીયાના મકાને જુગાર અખાડો ચાલતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતવા આવેલ અશોક ભગુ વાંક, બહાદુર ગોલણ ચાંક, મહેશ જગુ ખુમાણ, મીતરાજ પ્રતાપ વાંક, અશ્વિન વિનુ વેગડા, શાંતુ રામ શેખવા, ભાવેશ હરસુખ પરમારને રૂા.૭૧૩૧૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ જયારે મકાન માલીક ભીમ મેરામ ગરસડીયા હાજર નહી મળી આવતા પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જયારે કેશોદ પોલીસે કેવદ્રા ગામે જાહેરમાં જુગાર રમતા નીકુંજ ઉર્ફે કાનો હરસુખ લાડાણી, કમલેશ કાળા પરમાર, મનીષ વીરજી દેત્રોજા અને મનસુખ ગોકળ લાડાણીને રૂા.૩ર૩૦ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધેલ જયારે અન્ય દરોડામાં કેશોદ પોલીસે ચર ગામની સીમમાં દામજી હીરા સાવલીયાની વાડીને જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે દરોડો પાડી દામજી હીરા સાવલીયા સહિત જુગાર રમવા આવેલ ચંદુ મોહન સોજીત્રા, પ્રફુલ રાજા વાડલીયા, વીરમ ભુરા ચુડાસમા, દીનેશ નાજા ચુડાસમા, હરેશ ભાયા વરૂ, જીતેન્દ્ર મહેશ ચુડાસમાને રૂા.પ૭૬પ૦ રોકડ સહિતના નાલના રૂા.પપ૦૦, ર મોટર સાયકલ, ૬ મોબાઈલ મળી કુલ રૂા.૧,૭૩,૧પ૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે. 
કેશોદ પોલીસે રણછોડનગરમાં જાહેરમાં જુગાર રમતા મુકેશ જેરામ રામાણી, સલીમખાન અલ્લારખા બેલીમ, મહેમુદખાન હુસેનખાન બેલીમ અને હીતેષકુમાર પ્રભુદાસ કારીયાને રૂા.૧૪૭પ૦ રોકડ, ૩ મોબાઈલ મળી કુલ રૂા.૪૪૭પ૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે અને વંથલીના લુશાળા ગામે જાહેરમાં જુગાર રમતા રામજી મેરામ મુછડીયા, સોમા પાલા પારઘી, ચંદુ મેરામ મુછડીયા, અશ્વિન માધા વાણવી, કાનજી ગોવીંદ મુછડીયા, ધીરજલાલ ભીમા મુછડીયાને રૂા.૪૬૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે. માણાવદર પોલીસે ખાંભલા ગામની સીમમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા નવનીત પરસોતમ કલોલા, શ્યામલાલ નંદલાલ આહુજા, મોહન તીરથ ખત્રી, દિપક ઈશ્વરલાલ હેમનાણીને રૂા.ર૧૭૪૦ રોકડ સહિત પ મોબાઈલ મળી કુલ રૂા.૪૬૭૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે. 
વરલી મટકાનો જુગાર રમતો શખ્સ ઝડપાયો
જૂનાગઢના નીચલા દાતાર નજીકથી એ ડીવીઝન પોલીસે અમજદખાન મહંમદખાન પઠાણને વરલી મટકાના આંક ફરકનો જુગાર રમતા-રમાડતા રૂા.૧૩૧૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.