સતત ચોથા દિવસે અમેરીકાએ ઈરાન પર એરસ્ટ્રાઈક કરી
(એજન્સી) તહેરાન તા.15
અમેરિકી સેનાએ ગત રાત્રે સતત ચોથા દિવસે ઈરાનના અનેક સૈન્ય ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી. આ સાથે જ ઈરાની બંદરોની દરિયાઈ નાકાબંધી પણ શરૂ કરી દીધી છે. અમેરિકાનું કહેવું છે કે આ કાર્યવાહી ઈરાન પર દબાણ વધારવા માટે કરવામાં આવી રહી છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું, "અમે મંગળવારે રાત્રે પણ હુમલો કરીશું, તેના પછીના દિવસે પણ કરીશું. આવતા અઠવાડિયે ઈરાનના વીજળીઘર અને પુલ પણ ટાર્ગેટ પર છે. જો સમજૂતી નહીં કરી, તો ત્યાં કંઈ જ નહીં બચે."
ટ્રમ્પે કહ્યું કે અમેરિકાના હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી ઈરાન વાતચીત માટે તૈયાર ન થઈ જાય. તેમણે એમ પણ કહ્યું કે જરૂર પડ્યે જમીની સૈન્ય અભિયાન પણ ચલાવી શકાય છે, જોકે આ માટે સહયોગી દેશોની મદદ લઈ શકાય છે.


