અમેરીકા-ઈરાન યુધ્ધ વચ્ચે ક્રુડ ઓઈલના ભાવમાં જાેરદાર ઉછાળો : ઉર્જા કટોકટી ગંભીર બનશે

અમેરીકા-ઈરાન યુધ્ધ વચ્ચે ક્રુડ ઓઈલના ભાવમાં જાેરદાર ઉછાળો : ઉર્જા કટોકટી ગંભીર બનશે

(એજન્સી)    નવી દિલ્હી તા.૦૯:
યુએસ પ્રમુખ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથેના શાંતિ કરાર રદ કરવાની જાહેરાત બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ ૬ ટકા નો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે.
તુર્કીમાં આયોજિત નાટો સમિટ દરમિયાન ટ્રમ્પના નિવેદને ફરી એકવાર મધ્ય પૂર્વમાં તણાવ વધારી દીધો છે. હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા થતા તેલ પુરવઠામાં વિક્ષેપ પડવાની આશંકાને પગલે બ્રેન્ટ ક્રૂડ ૭૮.૬૬ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું છે.
ભારત પોતાની જરૂરિયાતનું લગભગ ૮૫% ક્રૂડ ઓઈલ આયાત કરે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ માટે આયાત મોંઘી બનતા, સ્થાનિક સ્તરે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાની સંભાવના વધી ગઈ છે. હાલમાં ભારતમાં ભાવ ૨૫ મેથી સ્થિર છે, પરંતુ જો ક્રૂડ ઓઈલના ભાવ ૮૦ ડોલરની ઉપર ટકી રહેશે.