ઈરાન-અમેરીકા સમજુતીની નજીક પરંતુ હોર્મુઝ ખોલવા અંગે મડાગાંઠ યથાવત

ઈરાન-અમેરીકા સમજુતીની નજીક પરંતુ હોર્મુઝ ખોલવા અંગે મડાગાંઠ યથાવત

વોશિંગ્ટન/તહેરાન તા.25
અમેરિકા અને ઈરાન યુદ્ધને ધીમે ધીમે સમાપ્ત કરવા અને હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનની નાકાબંધી હટાવવા અંગે સૈદ્ધાંતિક રીતે એક કરાર પર સહમત થયા છે. આ માહિતી એક વરિષ્ઠ અમેરિકી અધિકારીએ આપી છે. જોકે, હજુ પણ ઘણા સંવેદનશીલ મુદ્દાઓ પર અંતિમ ર્નિણય બાકી છે.
ઈરાન તરફથી હાલમાં જાહેરમાં એવું કહેવામાં આવ્યું નથી કે કરાર થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ઈરાની અધિકારીઓના નિવેદનોમાં પણ કેટલાક તફાવત જોવા મળ્યો છે.
અમેરિકી અધિકારી અનુસાર કરાર પર હજુ હસ્તાક્ષર થયા નથી અને તેને અંતિમ મંજૂરી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેનાઈ પાસેથી મળવાની બાકી છે. જે પ્રક્રિયામાં થોડા દિવસો લાગી શકે છે. તેવા સંકેતો બાદ હવે બન્ને દેશોએ પીછેહઠ કરી છે તથા શાંતિ સમજુતી પર અચાનક જ બે્રક લાગી ગઈ છે. ઈરાને આરોપ લગાવ્યો છે કે અમેરિકાના વારંવાર બદલતા વલણના કારણે કોઈ આખરી સમજુતી સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. વાસ્તવમાં પહેલા કોણ એકશન લે તેના પર વાત અટકી છે. અમેરિકા કહે છે કે ઈરાન પહેલા હોર્મુઝ ખોલે તો અમેરિકા આગળ વધશે.