ખાલિદા ઝિયાના પુત્ર ૧૭ વર્ષ બાદ બાંગ્લાદેશ પરત ફર્યા

ખાલિદા ઝિયાના પુત્ર ૧૭ વર્ષ બાદ બાંગ્લાદેશ પરત ફર્યા

(એજન્સી)            ઢાકા તા.૨૬
બાંગ્લાદેશનાં પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન ૧૭ વર્ષ બાદ સ્વદેશ પરત ફર્યા છે. તેઓ ધરપકડથી બચવા માટે વર્ષ ૨૦૦૮માં લંડન ભાગી ગયા હતા. તે સમયે શેખ હસીનાની સરકારમાં તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારના અનેક કેસ ચાલી રહ્યા હતા. આજે તારિકના સ્વાગત માટે તેમની પાર્ટી મ્દ્ગઁ (બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી)ના ૧ લાખથી વધુ કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. ઢાકા એરપોર્ટથી લઈને ૩૦૦ ફીટ રોડ સુધી ભવ્ય રોડ શો યોજાયો હતો. આ ૧૩ કિલોમીટર લાંબો રસ્તો પસાર કરવામાં તેમને અંદાજે ૩ કલાક જેટલો સમય લાગ્યો હતો.