ચાલતી ગાડીમાં જ ટોલ કપાશે, હવે રોકાવાની ઝંઝટ ખતમ

સુરત નજીક NH48 મુંબઈ –દિલ્લી નેશનલ હાઇવે પર દેશની પહેલી બેરિયર-લેસ ફ્રી ફ્લો ટોલ સિસ્ટમ શરૂ

ચાલતી ગાડીમાં જ ટોલ કપાશે, હવે રોકાવાની ઝંઝટ ખતમ

સુરત તા.01
ગુજરાતમાં હાઈવે મુસાફરી હવે વધુ ઝડપી અને સરળ બની રહી છે. સુરત નજીક ચોર્યાસી વિસ્તારમાં દેશની પહેલી બેરિયર-લેસ ટોલ સિસ્ટમ શરૂ થઈ છે.
હવે વાહનચાલકોને ટોલ પ્લાઝા પર ઊભા રહેવું નહીં પડે. ગાડીઓ સતત ગતિમાં જ રહેશે અને ટોલ આપોઆપ કપાઈ જશે.
આ સિસ્ટમમાં ફાસ્ટેગ સાથે નંબર પ્લેટ રેકગ્નિશન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેમેરા દ્વારા વાહન ઓળખીને ખાતામાંથી સીધું જ ટોલ ડેબિટ થઈ જશે.
નવી વ્યવસ્થાથી ટ્રાફિક જામમાં ઘટાડો થશે અને સમય સાથે ઇંધણની પણ બચત થશે. સ્થાનિક લોકો માટે ખાસ માસિક અને વાર્ષિક પાસની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આને દેશના આધુનિક હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરફનું મોટું પગલું ગણાવ્યું છે. સરકારનું લક્ષ્ય છે કે આવનારા સમયમાં દેશભરના ટોલ પ્લાઝા પણ આવી સ્માર્ટ સિસ્ટમથી જોડાઈ જાય.