જૂનાગઢમાં ગાંજા સાથે શખ્સને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢમાં ગાંજા સાથે શખ્સને ઝડપી લેતી પોલીસ

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.ર૬
જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં આવેલ શાલીમાર કોલોનીના બ્લોકમાંથી ગાંજા સાથે એક શખ્સને એ ડીવીઝન પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે. 
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર એ ડીવીઝન પોલીસે સુખનાથ ચોક વિસ્તારમાં આવેલ શાલીમાર કોલોનીના બ્લોક નં.એ-૧માં દરોડો પાડી ૧૬૪.૧૬ ગ્રામ ગાંજાે કિ.રૂા.૮રર૦ સાથે સાકીર રફીક સોરઠીયાને ઝડપી લઈ પુછપરછ કરતા ઉપલેટાના અસ્ફાક ખોખરભાઈનું નામ ખુલતા પોલીસે બંને વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.