જૂનાગઢ જીલ્લા પંચાયતની ૩૦ બેઠકનાં ૯૮, ૯ તાલુકા પંચાયતની ૧પ૮ બેઠકનાં ૪૯૧ ઉમેદવારોનાં ભાવિનો આવતીકાલે ફેંસલો 

જૂનાગઢ જીલ્લા પંચાયતની ૩૦ બેઠકનાં ૯૮, ૯ તાલુકા પંચાયતની ૧પ૮ બેઠકનાં ૪૯૧ ઉમેદવારોનાં ભાવિનો આવતીકાલે ફેંસલો 

જૂનાગઢ તા. ર૭
જૂનાગઢ જીલ્લા પંચાયતની ૩૦ બેઠકનાં ૯૮ ઉમેદવારો તેમજ ૯ તાલુકા પંચાયતની ૧પ૮ બેઠકનાં ૪૯૧ ઉમેદવારોનાં ભાવિનો આવતીકાલે ફેંસલો થવાનો છે. ગઈકાલે યોજાયેલી ચુંટણીનું આવતીકાલ મત ગણતરી કાર્ય હોય ભારે સસ્પેન્સ ભર્યુ વાતાવરણ સર્જાયું છે. આ ઉપરાંત કેશોદ નગરપાલિકાની ૩૬ બેઠકો પૈકી એક બેઠક અગાઉથી જ બીનહરીફ જાહેર થતાં બાકીની ૩પ બેઠકોની ચુંટણી સંપન્ન થઈ હતી. અને તેમનું પણ આવતીકાલે પરીણામ હોય સોરઠનાં રાજકીય વાતાવરણમાં ભારે ગરમાવો જાેવા મળી રહયો છે. અને ચુંટણી પરીણામોને લઈને ઉત્તેજના જાેવા મળી રહી છે.
સ્થાનિક સ્વરાજયની ગઈકાલે યોજાયેલી ચુંટણીઓ સંપન્ન થઈ છે. જૂનાગઢ જીલ્લામાં જીલ્લા પંચાયતની ૩૦ બેઠક, ૯ તાલુકા પંચાયતની ૧પ૮ બેઠક તેમજ કેશોદ નગરપાલિકાની ૩પ બેઠકોની ચુંટણીનું મતદાન પૂર્ણ થયું છે અને હવે આવતીકાલે મત ગણતરી હોય આ ચુંટણીમાં કોણ બાજી મારશે તે અંગેની અટકળો વહેતી થઈ રહી છે. સરેરાશ ૬૦ ટકા મતદાનને પગલે કોનુ પલડું ભારે રહેશે ? તે અંગેની ભરેલા નાળીયેર જેવી સ્થિતિ છે. ત્યારે આવતીકાલે મત ગણતરી બાદ પરીણામ એક પછી એક જાહેર થવાના હોય તેને લઈને સંબંધીત તમામની મીટ મંડાયેલી છે.
જૂનાગઢ જીલ્લા પંચાયતની ૩૦ બેઠકો તેમજ ૯ તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકાની ૩પ બેઠકો માટે ગઈકાલે ચુંટણી યોજાઈ હતી. અસહ્ય ગરમી આકરા તાપ વચ્ચે પણ મતદારોએ અમુલ્ય ફરજ બજાવી હતી. જૂનાગઢ જીલ્લામાં જીલ્લા પંચાયતની ૩૦ બેઠક તેમજ ૯ તાલુકા પંચાયતની ૧પ૮ બેઠક માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. એકલ-દોકલ ઘટનાઓને બાદ કરતા કોઈ મોટી ઘટના સામે આવી ન હતી. ૯ તાલુકા પંચાયતની કુલ ૧પ૮ બેઠક માટે ૪૯૧ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ હતો. જીલ્લામાં કુલ નોંધાયેલા ૭૭૧૦૩૦ મતદારો પૈકી ૪૬૬૯૦૮ મતદારોએ મતદાન કર્યુ હતું. 
જૂનાગઢ જીલ્લા પંચાયતની ૩૦ બેઠક માટે યોજાયેલા મતદાનમાં નોંધાયેલા પુરૂષ મતદારો ૪૦૪પ૧૦ પૈકી ર૬ર૬૬૮ મતદારોએ ૬૪.૯૩ ટકા અને સ્ત્રી મતદારો ૩૬૬પ૧૪ પૈકી ર૦૪ર૪૦ મતદારોએ પપ.૭ર ટકા મતદાન કર્યુ હતું.  જીલ્લા પંચાયતની કુલ ૩૦ બેઠક માટે ભાજપનાં ૩૦, કોંગ્રેસનાં ૩૦, આપના ર૯ અને ૯ અપક્ષો વચ્ચે ચુંટણી જંગ યોજાયો હતો. જયારે ૯ તાલુકા પંચાયતમાં કુલ ૧પ૮ બેઠકો માટે ચુંટણી જંગ હતો. જેમાં ભાજપનાં ૧પ૮, કોંગ્રેસનાં ૧પ૦, આપના ૧૪૭ અને અપક્ષ ૩૧, અન્ય બે, બસપાનાં બે અને સમાજવાદી પાર્ટીનાં એક ઉમેદવાર મળીને કુલ ૪૯૧ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. ગઈકાલે જીલ્લા પંચાયત અને ૯ તાલુકા પંચાયતની ચુંટણી ઉપરાંત કેશોદ નગરપાલિકાની ૩પ બેઠકો માટેની ચુંટણી યોજાઈ હતી. અને આવતીકાલે મત ગણતરી સેન્ટર ખાતે વહેલી સવારથી જ નિર્ધારીત સમયે મત ગણતરી કાર્ય શરૂ થશે. અને જેમ જેમ ગણતરી સંપન્ન થશે તેમ પરીણામો બહાર પડતા જશે. સોરઠમાં જીલ્લા પંચાયત ઉપર ભાજપનું શાસન રહયું હતું. તેમજ વિવિધ તાલુકા પંચાયતમાં પણ ભાજપનું શાસન રહયું છે. ત્યારે આ વખતે મતદારો કોના તરફેણમાં ફેસલો કરશે તે ઉપર મીટ મંડાયેલી છે. અને ચુંટણી પરીણામને લઈને ભારે સસ્પેન્સ પ્રવર્તી રહેલ છે.