કુતિયાણાના ચૌટા ચેક પોસ્ટ પરથી તમંચા સાથે એમ.પી.ના બે શખ્સોને ઝડપી લેતી પોરબંદર SOG
વાહન ચેકીગ દરમ્યાન(અગ્નીશસ્ત્ર) તમંચા-2, કટિર્સ-1 સાથે કુલ રૂા.36,100ના મુદ્દામાલ કબ્જે અન્ય ઇસમનું નામ પણ ખુલ્યું
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.25
પોરબંદર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી. બાતમીના આધારે ચૌટા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન એમ.પી.ના બે શખ્સોને ગેરકાયદેસર અગ્નિસ્ત્રો સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી દેશી બનાવટના 2 તમંચા અને 1 જીવતો કાટિર્સ મળી આવ્યો હતો. પોલીસે બંનેને અટક કરી કુતિયાણા પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારાનો ગુનો નોંધ્યો છે. સાથે જ વધુ એક શખ્સનું નામ ખુલતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય ગાંધીનગર દ્વારા આયોજીત હથીયાર ધારાની સ્પેશયલ ડ્રાઇવ દરમ્યાન જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધીક્ષક ભગીરથસિંહ યુ.જાડેજાનાઓના માર્ગદર્શન હેઠળ પોરબંદર જીલ્લામા કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તેમજ સ્થાનીક સ્વરાજયની ચુંટણી શાતી પુર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી પોરબંદર જીલ્લામા ગેરકાયદેસર હથીયાર (અગ્નીશસ્ત્ર) પકડી પાડવા અંગે પોલીસ ઇન્સ્પેકટર એમ.એન. જાડેજાનાઓને સુચના આપવામાં આવેલ. જે સુચના અન્વયે એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર એમ. એન. જાડેજા નાઓએ પોલીસ સ્ટાફને સક્રિય કરવામાં આવેલ.તે દરમ્યાન સ્ટાફના માણસો તા.23/04/2026 ના રોજ કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીગમા હતા દરમ્યાન પો.હેડ.કોન્સ. અરજનભાઈ એ. ઓડેદરા, મોહિતભાઈ આર. ગોરાણીયા તથા પો.કોન્સ. દિલીપભાઈ મોઢવાડીયા નાઓને બાતમીરાહે હકીકત મળેલ હોય જે હકીકત આધારે ચૌટા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીગ કરતા મળેલ હકીકત વાળા ઇસમો મોટર સાયકલ પર (1) વરાતીયા ઉર્ફે વીરૂ ઉર્ફે રાજુ વેરાગ અજનાર, ઉવ.31, ધંધો- મજુરી, રહે. રાતમાલીયા ગામ ,બયડી ફળીયુ તા. જોબટ જિ. અલીરાજપુર એમ.પી. (2) રાલુ સવલસિંગ બામણીયા ભીલ, ઉવ.34, ધંધો-મજુરી, રહે. જેસર ગામમાં ભરતભાઇ સોજીત્રાની વાડીએ, તા.ગારીયાધાર જિ. ભાવનગર મુળ રહે. 15 પટેલ ફળીયા ગામ થાનદલા, તા.જોબટ જિ. અલારાજપુર રાજય એમ.પી. વાળાને ગેરકાયદેસર વગર પાસ-પરમીટે દેશી હાથ બનાવટનો કટ્ટો તમંચા અગ્નીશસ્ત્ર નંગ-01 કી.રૂ.10,000/- તથા જીવતો કાર્ટીસ નંગ-01 કી.રૂ.100/- મોબાઇલ ફોન નંગ-02 કી.રૂ.6000/- તથા હીરો સ્પલેન્ડર મોટર સાયકલ કી.રૂ. 20,000/- મળી કુલ કી.રૂ.36,100/-ના મુદામાલ સાથે ઝડપી લઈ બંને આરોપીઓને ધોરણસર અટક કરેલ છે. તેમજ આ પકડાયેલા હથિયાર માં અન્ય શખ્સ સુરેશ મહેડા, રહે જલવારી ગામ, જિલ્લો અલીરાજપુર એમ પી વાળાનું નામ પણ ખુલ્લે હોય ત્રણેય સામે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં હથીયાર ધારા મુજબનો ગુન્હો દાખલ કરાવેલ છે.


