દેશભરમાં રાંધણગેસનો પુરવઠો સામાન્ય : એક જ દિવસમાં 51.8 લાખ સીલીન્ડરની ડીલીવરી કરાઈ

દેશભરમાં રાંધણગેસનો પુરવઠો સામાન્ય : એક જ દિવસમાં 51.8 લાખ સીલીન્ડરની ડીલીવરી કરાઈ

(એજન્સી)     નવી દિલ્હી તા.17:
દેશમાં રાંધણ ગેસ (એલપીજી)નો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય હોવાના અહેવાલ છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, શનિવારે એક જ દિવસમાં દેશભરમાં 51.8 લાખથી વધુ ઘરેલું એલપીજી સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવી હતી. રિટેલ વિતરકો પાસે ગેસની કોઈ અછત નથી. માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં 5.45 લાખ નવા પાઇપ્ડ નેચરલ ગેસ(પીએનજી) કનેક્શન કાર્યરત કરવામાં આવ્યા છે અને વધારાના 2.62 લાખ કનેક્શન માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે. ખાસ વાત એ છે કે, 42,500 થી વધુ ગ્રાહકોએ સ્વેચ્છાએ તેમના એલપીજી કનેક્શન સમપિર્ત કર્યા છે. કાળાબજાર રોકવા માટે ઓનલાઇન બુકિગમાં 98 ટકાનો વધારો થયો છે, જ્યારે ઓથેન્ટિકેશન કોડ(ઓટીપી) આધારિત ડિલિવરી 94 ટકા સુધી પહોંચી છે.