બોગસ સોફટવેરથી ટોલ વસુલીનું મહાકૌભાંડ : દેશવ્યાપી દરોડા
(એજન્સી) નવી દિલ્હી, તા.૨
ઇડીએ એનએચએઆઇ ટોલ પ્લાઝા પ બોગસ વસૂલાત અને મની લોન્ડ્રીંગના મામલામાં દેશભરમાં જુદા-જુદા ૧૪ ઠેકાણે દરોડા કાર્યવાહી કરી છે. ઇડીએ ધન શોધન વિરોધી કાનુન અંતર્ગત આ કાર્યવાહી કરી છે. ઇડીએ આજે ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, જમ્મુ, મધ્ય પ્રદેશ, એનસીઆર અને કોલકાતામાં અલગ-અલગ ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા છે. આ મામલે એવો સનસનીખેજ ખુલાસો થયો છે કે બોગસ સોફટવેર બનાવી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આરોપીઓએ નેશનલ હાઇવે ઓથોરિટીના સમાંતર એક બોગસ સોફટવેર બનાવીને કરોડો રૂપિયાની ગેરકાયદે વસૂલી કરી હતી. યુપીએસટીએફે આ કૌભાંડનો ભાંડાફોડ કર્યો હતો.


