માંગરોળના શેરીયાજ રંગાલી વાડી વિસ્તારમાં સિંહણે વાછરડાનું મારણ કર્યું
(નિલેશ રાજપરા દ્વારા)
માંગરોળ તા.18
માંગરોળ-વેરાવળ હાઇવે નજીક શેરીયાજ રંગાલી વાડી વિસ્તારમાં આવેલ નરેશ બાબુ સેવરાની વાડીએ રાતે તા.17-6-2026ના રોજ 11 વાગ્યે સિંહણ વાછરડાં નુમારણ કરતા વાડી વિસ્તાર લોકોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.
બનાવની જાણ ભાજપ આગેવાન દાનાભાઈ ખાંભલાને થતાં તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી જેથી સ્થળ પર તાત્કાલિક દોડી આવતા ફોરેસ્ટ વિભાગના કર્મચારી વરૂ અને સોલંકીભાઈ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી છે. શેરીયાજ વાડી વિસ્તારમાં અવાર-નવાર સિંહ દ્વારા મારણના બનાવો બનતા હોઈ કાન વિભાગે યોગ્ય કાર્યવાહી કરવાની ગ્રામજનોમાં માંગણી ઉઠવા પામી છે.


