યુધ્ધને પગલે દ.કોરીયાના શેરબજારમાં પ્રચંડ કડાકો : 328 અબજ ડોલરનું નુકશાન
સિઓલ તા.13:
વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને આર્થિક ચિંતાઓની સીધી અસર વૈશ્વિક શેરબજારો પર થઈ રહી છે. આજે 13 જુલાઈના રોજ દક્ષિણ કોરિયાના મુખ્ય સ્ટોક માર્કેટ ઇન્ડેક્સ ‘કોસ્પી‘ (KOSPI)માં 8 ટકાનો ઐતિહાસિક અને ભીષણ કડાકો નોંધાયો છે. બજારમાં અચાનક સર્જાયેલી આ અફરાતફરીને કારણે સમગ્ર માર્કેટમાં ટ્રેડિંગ પર 20 મિનિટ માટે બ્રેક લગાવવાની (ટ્રેડિંગ હોલ્ટ) ફરજ પડી હતી. આ ભયંકર મંદીના કારણે માત્ર એક જ દિવસમાં દક્ષિણ કોરિયાના સ્ટોક્સમાંથી 328 અબજ ડોલર કરતાં પણ વધુની મસમોટી રકમનું ધોવાણ થઈ ગયું છે, જેનાથી રોકાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


