રથયાત્રા મહોત્સવમાં હર્ષ સંઘવીએ સારસપુરના બાલા હનુમાનજી મંદિરે ચરણ પાદુકાનું પૂજન કર્યું

આવતીકાલે દેશભરના તીર્થસ્થાનોથી પધારનારા સાધુ-સંતો માટે ભવ્ય ભંડારાનું આયોજન, દક્ષિણા અર્પણ અને વસ્ત્રદાન થશે

રથયાત્રા મહોત્સવમાં હર્ષ સંઘવીએ સારસપુરના બાલા હનુમાનજી મંદિરે ચરણ પાદુકાનું પૂજન કર્યું

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ તા.15 
રથયાત્રા મહોત્સવના પાવન અવસરે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સારસપુર સ્થિત શ્રી બાલા હનુમાનજી મંદિરે દર્શન કરી ભગવાનની ચરણ પાદુકાનું વિધિવત્ પૂજન-અર્ચન કર્યું હતું. તેમણે રાજ્યમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સર્વજન કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. રથયાત્રા મહોત્સવના અનુસંધાનમાં આવતીકાલે સારસપુર ખાતે દેશભરના વિવિધ તીર્થસ્થાનોમાંથી પધારનારા સાધુ-સંતો માટે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાધુ-સંતોનું સન્માન કરી તેમને દક્ષિણા અર્પણ કરવામાં આવશે તેમજ વસ્ત્રદાનનો પવિત્ર કાર્યક્રમ પણ યોજાશે. આ ધામિર્ક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંત-મહંતો, મહામંડલેશ્વરો, આગેવાનો અને હરિભક્તો ઉપસ્થિત રહી ધર્મલાભ મેળવશે.