વડાપ્રધાન મોદીને ઈન્ડોનેશિયાનું સર્વોચ્ચ સન્માન એનાયત

વડાપ્રધાન મોદીને ઈન્ડોનેશિયાનું સર્વોચ્ચ સન્માન એનાયત

(એજન્સી)          જકાર્તા તા.07
ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ ડીલ પર મહોર લાગી ગઈ છે. ભારત ઇન્ડોનેશિયાને બ્રહ્મોસ મિસાઇલના વધારાના યુનિટ પૂરા પાડશે. ફિલિપાઇન્સ પછી ઇન્ડોનેશિયા તેને ખરીદનાર બીજો દેશ બન્યો છે.
મંગળવારે જકાર્તામાં વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોને મળ્યા હતા. બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય બેઠક દરમિયાન અનેક મુખ્ય કરારો થયા હતા. ઇન્ડોનેશિયાએ ભારતીય ‘અસ્ત્ર‘ એર-ટુ-એર મિસાઇલ ખરીદવાનો પણ ર્નિણય લીધો છે, જેનો ઉપયોગ ‘ઓપરેશન સિંદૂર‘માં કરવામાં આવ્યો હતો.
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘બિંતાંગ આદિપૂર્ણા ઓફ ધ રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયા‘ મેડલ ઓફ ઓનરથી સન્માનિત કર્યા. આ ઇન્ડોનેશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.