હોર્મુઝની બહાર પર્શિયન ગલ્ફમાં ઈરાન નવો પ્રતિબંધિત વિસ્તાર બનાવશે

મંજુરી વગર પ્રવેશનાર જહાજાેને પરિણામો ભોગવવાની ઈરાને ખુલ્લી ચેતવણી આપી

હોર્મુઝની બહાર પર્શિયન ગલ્ફમાં ઈરાન નવો પ્રતિબંધિત વિસ્તાર બનાવશે

(એજન્સી)       તેહરાન, તા. ૭ :
ઈરાનના સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના નવા વડા મોહસેન રેઝાઈએ હોર્મુઝની સામુદ્રધુની બહાર પશિર્યન અખાતના કેટલાક ભાગમાં નવો પ્રતિબંધિત સામુદ્રિક વિસ્તાર જાહેર કરવાની તૈયારી દર્શાવી છે.
ઈરાનના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં પ્રવેશવા ઇચ્છતાં જહાજોએ સત્તાવાર મંજૂરી લેવી પડશે. પરવાનગી વગર પ્રવેશતા કે ઈરાની નિયમોનો ભંગ કરતા જહાજો સામે પગલાં ભરવાની ચેતવણી અપાઈ છે. વિસ્તારની ચોક્કસ સીમા અને અમલની વિગત અલગથી જાહેર થવાની છે.
ઈરાન અને અમેરિકાની સેના વચ્ચે ફરી હુમલા-પ્રતિહુમલા શરૂ થયા બાદ તંગદિલી વધી છે. ઈરાનના ત્રણ તેલવાહક જહાજો ઉપર અમેરિકી કાર્યવાહી અને અમેરિકી લશ્કરી જહાજ ઉપર હુમલાના ઈરાની દાવાએ પરિસ્થિતિ વધુ ગંભીર બનાવી છે. જોકે અમેરિકાએ પોતાના જહાજને નુકસાન પહોંચાડ્યાનો દાવો નકાર્યો છે. હોર્મુઝ માર્ગે દરરોજ આશરે ૯૦ લાખ બેરલ તેલ પસાર થતું હોવાથી કોઈ પણ અવરોધ વિશ્વભરમાં ભાવવધારો સર્જી શકે છે.