હરમડીયા ગામની સીમમાં કિશોરને ફાડી ખાનાર મગરને પાંજરે પુરતુ વન વિભાગ

હરમડીયા ગામની સીમમાં કિશોરને ફાડી ખાનાર મગરને પાંજરે પુરતુ વન વિભાગ

(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.25 
ગીર ગઢડા તાલુકાના હરમડીયા ગામની સીમમાં પસાર થતી સાંગાવાડી નદી કાંઠે ત્રણ દિવસ પહેલા પિતા અને પુત્ર નદી કિનારે હાથ પગ ધોવા ગયેલ ત્યારે પિતા ની નજર સામે એક મગર તેમના પુત્ર વિવાન(ઉ.વ.13) રે. નાની ફાફણી તા. કોડીનારને જડબામાં પકડી નદીમાં ગરક થઈ ગઈ હતી. પાંચ કલાક બાદ સામે કાઠે વિવાનનો ફાડી ખાધેલ મૃતદેહ મળી આવ્યો હતો. ગીર પશ્ચિમ વન વિભાગ જામવાળા રેન્જના આર.એફ.ઓ. એમ.જે. દોમડીયા અને સ્ટાફ સાંગાવાડી નદી કાંઠે જુદી જુદી જગ્યાએ પાંજરા મૂકી વોચ ગોઠવી હતી. આજે સવારે એક મહાકાય 11 ફૂટ માનવ ભક્ષી મગર ખોરાકની લાલચમાં પાંજરામાં આવી ગઈ હતી. વન વિભાગએ રાહતનો શ્વાસ લીધો હતો.