અનીરૂધ્ધસિંહને ૭ દિવસની આપેલી રાહત સુપ્રિમ કોર્ટે પાછી ખેંચી લીધી : આજે સાંજ સુધીમાં સરેન્ડર કરવું પડશે
નવી દિલ્હી/રાજકોટ તા.૧૯ :
રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજાનો સુપ્રિમ કોર્ટે આપેલી ૮ દિવસની રાહત રદ કરી છે. આજે રાત્રે સુધીમાં અનિરૂધ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવું પડશે. પોપટભાઇ સોરઠીયા હત્યા કેસમાં સુપ્રિમ કોર્ટે ગઇકાલે ૭ દિવસની રાહત આપી હતી જેના કારણે તેઓ ગઇકાલે સરેન્ડર થયા ન હતા પરંતુ આજે સામા પક્ષની અરજી અને દલીલો મામલે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી
હતી અને અનિરૂધ્ધસિંહને ૭ દિવસની અપાયેલ રાહત પાછી ખેચી લેવામાં આવી છે.
ગોંડલના ચકચારી પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલા રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા આજે (૧૯મી સપ્ટેમ્બર) રાતે ૮ વાગ્યા સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે. કારણ કે, સુપ્રીમ
કોર્ટે એક અઠવાડિયા માટે
આપેલો સ્ટે પરત ખેંચ્યો છે. નોંધનીય છે કે, કોર્ટે અનિરૂદ્ધસિંહને આત્મસમર્પણ થવા મામલે સાત દિવસની રાહત આપી હતી.
મળતી માહિતી અનુસાર, પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે. ગુરુવારે (૧૮મી સપ્ટેમ્બર) સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહના આત્મસમર્પણના આદેશ પર એક અઠવાડિયા માટે સ્ટે આપ્યો હતો. પરંતુ શુક્રવારે (૧૯મી સપ્ટેમ્બર) કોર્ટે આ સ્ટે પરત ખેંચી લીધો છે. સામા પક્ષની અરજી અને દલીલો મામલે આજે સવારે ૧૦.૩૦ વાગ્યે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન કોર્ટે અનિરુદ્ધસિંહને આપેલી રાહત પરત ખેંચી લીધી છે અને શુક્રવારે રાતે જ ૮ વાગ્યા સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે.


