પુષ્ટિસંસ્કારધામ શિલાન્યાસ મહોત્સવનું ભવ્ય સમાપન : સાત દિવસોમાં મેઘધનુષીય સંસ્કૃતિ થઇ ઉજાગર

0

તારીખ ૧૪ ડિસેમ્બર ઉદ્‌ઘાટીત થયેલ પુષ્ટિ સંસ્કારધામ શિલાન્યાસ મહોત્સવના સાત દિવસો જાણે આંખ ઝપકતા પૂર્ણ થયા, પરંતુ આ સાત દિવસમાં જાણે મેઘધનુષ્યના સાત રંગોની જેમ વિવિધ કલા સંસ્કૃતિ માણવા મળેલ હતો. અંદાજિત ૪ થી ૫ લાખ મુલાકાતીઓમાં બાળકોથમાંડી ઉલ્કાઓથીમાંડી સિનિયર સિટીઝનો સુધીનો સમાવેશ થયેલ હતો. આ દરેક ભાવિક હૃદયગંમ રીતે આ મહોત્સને નિહાળ્યો, જાણ્યો અને માણ્યો હતો. જેનાથી દરેક વડીલોના હૃદયમાં સનાતન ધર્મ પ્રત્યે આસ્થા વધુ દ્રઢ બની, તો જેને ધ્યાનમાં રાખીને આ આયોજન થઈ રહ્યું છે તે નવી પેઢીને તો એક નવીનતમજીવનશૈલીની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી. ગોસ્વામીશ્રીપીયૂષબાવા પ્રેરિત ‘સંસ્કાર મૂલ્યો’માંથી બાળકોએ પ્રેરણા લઈને સંસ્કૃતિનો પરિચય અને ટેકનોલોનો પોઝિટિવ ઉપયોગ પ્રાપ્ત કર્યો હતો. આ મહોત્સવનું બીજું મહત્વનું પાસું એટલે ૩૬ જેટલી સાંસ્કૃતિક કૃતિઓમાં થયેલ ધર્મ અને દેશભક્તિનુ સંધાન. દૂર- દૂરના ગામોથી લઈ જુનાગઢના બાળકોએ અદભુત કલા પ્રસ્તુતિ કરી, જેની પાછળ તેમના શિક્ષકોએ કરેલ અથાક મહેનત દેખાતી હતી. પ્રદર્શનમાં પણ સતત સાત દિવસ સુધી પુષ્ટિસંસ્કાર સ્કૂલના બાળકોએ મુલાકાતીઓને પ્રભાવિત કરેલ હતા. સમગ્ર આયોજન માટે ગામો-ગામની વિવિધ સમિતિના ગઠન થયેલ જેમાં ૩,૦૦૦ થી વધુ સ્વયંસેવક ભાઈ- બહેનોએ દરેક પરિસ્થિતિમાં સમર્પિત સેવાઓ આપી હતી. જેને બિરદાવતા સમાપન સમારોહમાં ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રીએ દરેકને અભિનંદન આપી ખેસ અર્પણ કરેલ હતો. આપશ્રીએ જાહેર કરેલ ‘આપણો સંકલ્પ – આપણુપુષ્ટિ સંસ્કારધામ’ ઉપસ્થિત વૈષ્ણવોએ વધાવી લીધેલ. એકંદરે પુષ્ટિસંસ્કારધામના આ શીલાન્યાસ મહોત્સવમાં ભૂતકાળની ભવ્ય સંસ્કૃતિ ઉપર, વર્તમાનમાંઆનંદમય રીતે, ભવિષ્યના ઉત્તમ સમાજનો પાયો નખાયો.

error: Content is protected !!