જૂનાગઢ-કેશોદ નેશનલ હાઈવે ઉપર મોટરસાઈકલે હડફેટે લેતા વૃધ્ધનું મૃત્યું

0

જૂનાગઢ-કેશોદ નેશનલ હાઈવે રોડ ઉપર સોમનાથ હોટલ પાસે સહજાનંદ પેટ્રોલ પંપ સામે જૂનાગઢ તરફથી આવતા ટ્રેક ઉપર એક મોટરસાઈકલે વૃધ્ધને હડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું સારવાર દરમ્યાન મત્યું થયું છે. આ બનાવ અંગે કેશોદ પોલીસે આપેલી વિગત અનુસાર, નાનુભાઈ ખીમાભાઈ આતરોલીયા(ઉ.વ.૩૬) રહે. હાલ કેશોદ, જૂનાગઢ હાઈવે રોડ વાળાએ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, મોટરસાઈકલ નંબર જીજે-૧૧-સીએફ-રપ૭૩ના ચાલક જગદિશભાઈ પરમાર રહે.કંકાણા તા.માંગરોળ વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપીએ પોતાની મોટરસાઈકલ રજી. નં.જીજે-૧૧-સીએફ-રપ૭૩ વાળી ફુલ સ્પીડમાં અને ગફલતભરી રીતે હંકારી લાવી જૂનાગઢ કેશોદ નેશનલ હાઈવે રોડ ઉપર સોમનાથ હોટલ, સહજાનંદ પેટ્રોલ પંપ સામે જૂનાગઢ તરફથી આવતા ટ્રેક ઉપર પહોંચતા ખીમાભાઈ નારણભાઈ આત્રોલીયા(ઉ.વ.૭૮) વાળા રોડ ક્રોસ કરતા હોય જેને હડફેટે લઈ રોડ ઉપર પછાડી માથામાં તથા ડાબા હાથમાં તથા ડાબા પગમાં ગંભીર ઈજાઓ કરી સારવાર દરમ્યાન મૃત્યું પામતા આરોપી મોટરસાઈકલ ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ કેશોદ પોલીસ ચલાવી રહી છે.

error: Content is protected !!