જૂનાગઢમાં ગટરનું કામ પૂર્ણ થયા પછી ખાડા, માટી અને પથ્થર બધું જેમનું તેમ

0

જૂનાગઢ શહેરમાં ચાલતા ભૂગર્ભ ગટરના કામમાં સાવ લાલીયાવાડી ચાલી રહી છે. મહાનગરપાલિકાના કોઇ અધિકારીઓ સુપરવિઝન કરતા ન હોય કોન્ટ્રાકટરો આડેધડ રીતે કામ કરીને જતા રહે છે. શહેરમાં અનેક જગ્યાએ થતા ભૂગર્ભ ગટરના કામમાં એક તરફ ગટરની સુવિધા મળી છે, તો બીજી તરફ રોડની સુવિધા છીનવાઇ છે. જૂનાગઢનાં દોલતપરા- જીઆઇડીસી વિભાગમાં ઇગલ ગણપતિની સામેની ગલીમાં પણ ભૂગર્ભ ગટર માટે થોડા દિવસ પહેલા ખોદકામ થયું હતું. જાેકે, કોન્ટ્રાકટરોની નિતી ગરજ સરી વૈદ્ય વેરી જેવી હોય કામ પૂર્ણ થતા બધું જેમના તેમ મૂકીને જતા રહ્યા છે. હાલ ગટરની ચેમ્બરો પણ ઉંચી- નીચી છે,જેનું લેવલ કરાયું નથી. રસ્તા તોડ્યા બાદ નવા બનાવ્યા નથી. એટલું જ નહિ ખોદકામ બાદ નીકળેલી માટી, પથ્થરો પણ રોડની સાઇડમાં જેમના તેમ રાખી દેવાયા છે. પરિણામે જાે રોડ નહિ બને તો ચોમાસામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.જ્યારે વરસાદના કારણે પાણી ભરાશે ત્યારે ગટરની ઉંચી નીચી ચેમ્બર, ખાડાના કારણે વાહન ચાલકોને અકસ્માત થવાની પણ ભીતિ વ્યકત થઇ રહી છે. ત્યારે ચોમાસા પહેલા ગટરની ચેમ્બરના લેવલ કરવામાં આવે, ખાડા બૂરવામાં આવે અને રોડ બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે.

error: Content is protected !!