મહિલાને ભગાડી આવેલા ઈસમની પત્નીનો કરણીસેના મહિલા અધ્યક્ષ ઉપર હુમલો

0

અમદાવાદની પરિણીતાને ભગાડી આવેલા ઈસમને જૂનાગઢ મહિલા કરણી સેનાના અધ્યક્ષ તથા કાર્યકર્તા જૂનાગઢ સિવીલ હોસ્પિટલ ખાતે સમજાવવા જતા આ સઈમની પત્નીએ આ બંને મહિલા આગેવાનો સાથે બોલાચાલી કરી મારામારી કરી મારી નાખવા ધમકી આપી હતી. આ મારામારીનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો. આ અંગે કરણી સેનાના અધ્યક્ષે ફરિયાદ કરતા એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, જૂનાગઢના ખામધ્રોળ રોડ ઉપર રહેતા અને રાષ્ટ્રીય કરણી સેનાના જૂનાગઢ જીલ્લા અધ્યક્ષ તરીકે સેવા આપતા મનિષાબા રાજેન્દ્રસિંહ સોલંકીને વ્હોટસએપ ઉપર મેંદરડાનો હમીદ નામનો શખ્સ અમદાવાદની પરિણીત મહિલાને ભગાડી ગયાનો મેસેજ આવ્યો હતો. તેમાં આપેલા આગેવાનના નંબર ઉપર સંપર્ક કરતા મહિલાના પતિનો સંપર્ક કર્યો હતો. આ દરમ્યાન મહિલા મેંદરડામાં બ્રહ્મ સમાજના આગેવાનો હસ્તક હોવાની અને તે તેના પતિ સાથે જવા તૈયાર થઈ હતી. આ સમયે હમીદનો સંપર્ક કરતા તે જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે હોવાનું જાણવા મળ્યું હતું. મનિષાબા અને કરણીસેનાના કાર્યકર કાજલબા જાડેજા સિવીલ હોસ્પિટલે હમીદને સમજાવવા જતા ત્યાં હમીદની પત્ની મુમતાજ મળી હતી. તેણે આ બંને મહિલાઓને તમે હમીદને સમજાવવા જશો તો હું આત્મહત્યા કરી લઈશ તેવી વાત કરી હતી. કાજલબેને તેને હમીદ અને અમદાવાદની મહિલા સેજલબેન પરિણીત છે, જાે આવું પગલું ભરશો તો બંનેના પરિવાર વિખાઈ જશે તેમ સમજાવતા મુમતાજબેન ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપી બંને મહિલા સાથે મારામારી કરવા લાગી હતી. આ દરમ્યાન અન્ય લોકોએ મહિલાઓને બચાવી હતી. બાદમાં મુમતાજબેને આજે તો બચી ગયા છો ફરીથી મળશો તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ અંગે જાણ થતા એ ડીવીઝન પોલીસ ત્યાં પહોંચી હતી. બંને મહિલાને સામાન્ય ઈજા થઈ હતી. બંને મહિલાને સામાન્ય ઈજા થઈ હતી. આ અંગે મનિષાબા સોલંકીએ મેંદરડાની મુમતાજબેન હમીદભાઈ શાહમદાર સામે ફરિયાદ કરતા એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!