જૂનાગઢના ગિરનારી ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે પાઠયપુસ્તકો તથા ફુલ સ્ક્રેપ નોટબુકનું વિતરણ કરાયું

0

જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, છેલ્લા એક માસથી ગિરનારી ગ્રુપ દ્વારા પુસ્તક સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સર્વે કરી જૂનાગઢ શહેરમાં આર્થિક રીતે નબળા પરિવારજનોના બાળકોને ધોરણ ૧ થી ૧રમાં અભ્યાસ કરતા હોય તેવા ૧૭૨ બાળકોને વિનામૂલ્યે પાઠયપુસ્તકો આપવામાં આવેલ હતા. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં વિહાન સંસ્થામાં એચ.આઇ.વી. ગ્રસ્ત રિએક્ટિવ બાળકો તથા જરૂરિયાતમંદ બાળકો સહિતનાઓને વિનામૂલ્યે ૧૮૦૦ ફુલસ્ક્રેપ નોટબુકસોનું વિતરણ કરવામાં આવેલ હતું. આ પુસ્તક સેવાયજ્ઞમાં ઘણા બધા વાલીઓએ પોતાના બાળકોના પાઠયપુસ્તકો ગિરનારી ગ્રુપનો સંપર્ક કરીને ગિરનારી ગ્રુપને અર્પણ કરેલ હતા અને આસ્થા હોસ્પિટલના ડો. ચિંતન યાદવ તથા પ્રોફેસર પી.બી. ઉનડકટ, નગાજણભાઈ ગરેજા, જીગ્નેશભાઈ લાખાણી સહિત અનેક દાતાઓ દ્વારા ફુલસ્કેપ નોટબુક્સો આપવામાં આવેલ હતી. એ બદલ ગિરનારી ગ્રુપે તમામ દાતાઓનો હૃદય પૂર્વક આભાર માનેલ હતો. આ પુસ્તક સેવા યજ્ઞમાં જૂનાગઢના ગિરનારી ગ્રુપના સભ્યઓ સમીરભાઈ દવે, નરેન્દ્રસિંહ ચુડાસમા, કિર્તીભાઈ પોપટ, લલીતભાઈ ગેરીયા, દેવાંગભાઈ પંડ્‌યા, યાત્રીકભાઈ ભટ્ટ, સુરેશભાઈ વાઢીયા, સંજયભાઈ વાઢેર, સમીરભાઈ ઉનડકટ, દિનેશભાઈ રામાણી ભાર્ગવભાઈ દેવમુરારી, સંજયભાઈ મહેતા, અરશીભાઈ રામ સહિતના લોકોએ પોતાની સેવાઓ આપેલ હતી તેમ યાદીના અંતે જણાવેલ હતું.

error: Content is protected !!