દૂધધારા પરિક્રમામાં આ વર્ષે બહોળી સંખ્યા સાથેની અનુમતિ આપવા વન વિભાગને રજૂઆત

0

દર વર્ષે ગિરનારની દૂધધારા પરિક્રમા છેલ્લા ૬૨ વર્ષથી યોજાય છે. ત્યારે જેઠ વદ યોગીની એકાદશીના પવિત્ર દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ આવનારી એકાદશીમાં જૂનાગઢમાં ગિરનારની દુધધારાની પરિક્રમા માટે વન વિભાગ દ્વારા બહોળી સંખ્યા સાથેની અનુમતિ આપવા આપવામાં આવે તેવી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આ પરિક્રમાનું મહત્વ એટલે છે કે આખા ગિરનાર માં અને સોરઠ વિસ્તારમાં ખૂબ સારો વરસાદ આવે તેવી આસ્થા સાથે કરવામાં આવે છે. સારો વરસાદ વરસે તેવી પ્રાર્થના અને આસ્થા માટે ગિરનારના પગથિયે દોરો બાંધી આખી પરિક્રમામાં ૩૬ કિલોમીટર સુધી દોરો ફેરવી ગિરનારના પગથિયે દોરો બાંધી છે અને દૂધ ની જલધારી કરી પવિત્ર કરે એટલે આ પરિક્રમાને દૂધ ધારાની પરિક્રમા કહેવામાં આવે છે. જેને લઈ વિશ્વ હિન્દુ પરિષદ વન વિભાગને રજૂઆત કરવામાં આવી હતી કે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ દૂધ ધારાની પરિક્રમા માટે અનુમતિ આપવામાં આવે. જેથી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ તેમજ આ વિષય સાથે જાેડાયેલા દર વર્ષે આ પરિક્રમા કરતા શ્રધ્ધાળુઓ અમારી સાથે જાેડાઈ શકે. જયારે કોરોના મહામારી ચાલી રહી હતી તે સમયે રાંકગણ ન ફેલાય તેને ધ્યાનમાં રાખી નિશ્વિત સંખ્યામાં મંજુરી આપવામાં આવેલ હતું. આ વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓ જવા માંગે છે. આ વખતની પરિક્રમામાં આવનારા દરેક શ્રધ્ધાળુઓને દૂધધારાની પરિક્રમામાં પ્રવેશ મળે એવી માંગ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદના શહેર મંત્રી જયેશ ખેસવાણીએ જણાવ્યું હતું કે, જેઠ વદ એકાદશી એટલે કે યોગિની એકાદશીના દિવસે ગિરનાર ફરતે દર વર્ષે દૂધધારા પરિક્રમા કરવામાં આવે છે. આ પરિક્રમા જે ગિરનાર ફરતે તો ૩૬ કિલોમીટરનો રૂટ છે. તેમાં દૂધની જલધારા સાથે યોજવામાં આવે છે. ત્યારે વન વિભાગ દ્વારા સીમિત સંખ્યામાં આ પરિક્રમાની મંજુરી આપવામાં આવે છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બહાર ગામથી આવતા અને આ પરીક્રમા સાથે આસ્થા રૂપે જાેડાયેલા તમામ લોકોને મંજૂરી આપવામાં આવે તેવી વન વિભાગ પાસે માંગ કરી છે. વન વિભાગ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે આ માટે પૂરતો સહયોગ આપવામાં આવશે.

error: Content is protected !!