જૂનાગઢમાં વિવાદિત મહારાજ ફિલ્મ ઉપર કાયમી પ્રતિબંધ મુકવા આવેદન

0

જૂનાગઢ પૃષ્ટિ માર્ગ સંપ્રદાયના વૈષ્ણવ સંતો અને ભક્તો અને જૂનાગઢના સાધુ સનાતોમાં મહારાજા ફિલ્મને લઈ રોષ ફેલાયો છે. જેને લઇ વૈષ્ણવ સંપ્રદાય, હિન્દુ સનાતન ધર્મના તમામ સંસ્થાના આગેવાનો અને ભક્તો દ્વારા જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ફિલ્મ મામલે રજૂઆત કરવામાં આવી હતી. મંગળવારે મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઇઓ, બહેનો તેમજ અન્ય હિન્દુ સંસ્થાઓના કાર્યકરો રેલી સ્વરૂપે કલેકટર કચેરી ખાતે ગયા હતા અને વિવાદિત ફિલ્મ મહારાજના રિલીઝ સામે વિરોધ વ્યકત કર્યો હતો. ફિલ્મના નિર્માતાઓએ વૈષ્ણવ સંપ્રદાયના ધર્મગુરૂને વિલન તરીકે ચિતરવાની માનસિકતાથી આ ફિલ્મ બનાવી વૈષ્ણવોની લાગણીને ઠેસ પહોંચાડી છે. ત્યારે જાે ફિલ્મ રિલીઝ થાય તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતીની સમસ્યા ઉભી થઇ શકે તેવી ભીતિ હોય આ ફિલ્મ પર કાયમી માટે પ્રતિબંધ મૂકવાની માંગ કરાઇ છે. આ તકે બંધ કરો ભાઇ બંધ કરો, મહારાજ ફિલ્મ બંધ કરોના નારાથી કલેકટર કચેરી ગુંજી ઉઠી હતી. આ અંગે ઝાંઝરડા હવેલીના રઘુનાથજી બાવાશ્રીએ જણાવ્યું હતું કે, મહારાજ ફિલ્મની રિલીઝને અટકાવવા માટે મોટી સંખ્યામાં લોકોએ કલેકટર કચેરીએ આવીને આવેદન આપ્યું છે. આમાં માત્ર વૈષ્ણવો જ નહિ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ જાગરણ મંચ, સ્વામિનારાયણ સંપ્રદાય, બીએપીએસ સહિતની સંસ્થાઓ તેમજ અનેક સંતોનો પણ સહકાર અને આશિર્વાદ મળ્યા છે. આમ, હિન્દુ સમાજની એકતાના દર્શન થયા છે. સ્થાનિક વહિવટી તંત્રએ પણ લોકોની લાગણી સરકારમાં પહોંચાડવાની ખાત્રી આપી છે. જયારે દાનીરાયજી હવેલીના રવિબાવાશ્રીએ જણાવ્યું હતું કે, મહારાજ ફિલ્મ દ્વારા ઇરાદાપૂર્વક વૈદિક હિન્દુ સનાતન સમાજની લાગણીને ઠેસ પહોંચાડવાનું કામ કરાયું છે. યુવાનોને ધર્મ, સંસ્કૃતિથી ગેરમાર્ગે દોરવવાનું દુસાહસ કરાયું છે. કૃષ્ણ અને અન્ય દેવી દેવતાઓ વિષે પણ અભદ્ર ટિપ્પણી કરાઇ છે. ત્યારે માત્ર વૈષ્ણવો જ નહિ સમગ્ર હિન્દુ સનાતન સમાજની લાગણી દુભાઇ છે છતાં શાસકો કેમ મૌન છે ? શું શાસકો હિન્દુ, વૈષ્ણવ ધર્મના લોકોની સાથે નથી ? દરમ્યાન મહારાજ પુસ્તકના પ્રકાશકો, ફીલ્મના નિર્માતા નિર્દેશક કલાકારો વિરૂધ્ધ ગુન્હો દાખલ કરવા ગત ૧૬ તારીખે પુષ્ટિ સંપ્રદાયના રઘુનાથજી બાવાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરી હતી. ત્યારે આજે બહોળી સંખ્યામાં સાધુ સંતો ભક્તો અને તમામ સમાજના આગેવાનો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. હાઇકોર્ટ દ્વારા હાલ તો આમિર ખાનના પુત્ર અભિનીત યશરાજ ફિલ્મ્સની મહારાજ ફીલ્મ નેટફ્લીક્સ પર રીલીઝ થવાની હતી જેના ઉપર હાલ રોક લગાવવામાં આવી છે.ત્યારે પુષ્ટિ સંપ્રદાયના સમર્થનમાં ગિરનાર મંડળના સાધુ સંતો પણ આવ્યા છે ત્યારે સંતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હંમેશા હિન્દુ અને સનાતન ધર્મને જ ટાર્ગેટ કરવામાં આવે છે. ક્યારેક જાે આ ફીલ્મ રીલીઝ થશે તો સાંખી નહીં લેવાય અને રાજ્ય અને દેશભરમાં આંદોલન થશે. આ મામલે ભુતનાથ મહાદેવ મંદિરના મહંત અને દિલ્હીના પૂર્વ સાંસદ મહેશગીરીબાપુ એ જણાવ્યું હતું કે, ખૂબ પ્રાચીન સંપ્રદાય વલ્લભ સંપ્રદાય સનાતનનું અંગ છે. મહાપ્રભુજી ની બેઠક ભારત અને વિશ્વમાં છે ત્યારે મહારાજ નામથી એક ફિલ્મ આવી રહી છે જેમાં પૃષ્ટિ વૈષ્ણવ સંપ્રદાય ઉપર ખૂબ આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે આ સંપ્રદાય ઉપર ફિલ્મ બનવી એ મોટો પ્રહાર ગણી શકાય. ત્યારે કોઈપણ બાબત સનાતન દેવી-દેવતા આપણી પરંપરા વિરૂધ્ધમાં હશે ત્યારે ગિરનાર ક્ષેત્રના તમામ સાધુ સંતો આ સંપ્રદાયની સાથે છે. ત્યારે કોઈપણ સંજાેગે આ સનાતન ઉપર થતા પ્રહારને સહન કરવામાં નહીં આવે. ભારતમાં જ્યારે ફિલ્મો બને છે ત્યારે સૌથી વધુ સનાતન ધર્મ ઉપર પ્રહાર કરતી ફિલ્મો શા માટે બનાવવામાં આવે છે. શા માટે અન્ય ધર્મ ઉપર ફિલ્મો બનાવવામાં નથી આવતી ? આ મામલે આચાર્ય રઘુનાથ દીક્ષિતે જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મ અને સનાતન ધર્મની વિરૂધ્ધ યશરાજ ફિલ્મ્સ દ્વારા મહારાજા નામનું એક ફિલ્મ બની છે. જેને લઇ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવ્યા હતા. સૌરભ શાહ નામના લેખક દ્વારા લખાયેલા પુસ્તકમાં પુષ્ટિ વૈષ્ણવ સંપ્રદાય ઉપર પાયા વિહોણા આક્ષેપો કર્યા છે. અને આ પુસ્તકમાં હિન્દુ અને વૈષ્ણવ સંપ્રદાયનું ખરાબ રીતે ચારિત્ર ચિત્રણ કરવામાં આવ્યું છે. જેને લઇ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે વૈષ્ણવ સંપ્રદાયના અગ્રણીઓ, ગિરનાર ક્ષેત્રના સાધુ સંતો ભક્તો તમામનો આ મામલે અમને પૂરતો સહકાર મળી રહ્યો છે. ત્યારે સરકારને વિનંતી કરવામાં આવે છે કે, આ ફિલ્મને લઈ હિન્દુ સનાતન ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે તે મામલે યોગ્ય નિકાલ કરવામાં આવે.

error: Content is protected !!