સ્કૂલવાન ચાલકોની હડતાળ : જૂનાગઢમાં વાલીઓ હેરાન-પરેશાન

0

ઉનાળુ વેકેશન ખુલતાની સાથે જ સ્કુલ વાહન ચાલકો હડતાળ ઉપર ઉતર્યા છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગની કાર્યવાહીથી તેઓ નારાજ ચાલી રહ્યા છે. જેના કારણે તેઓ હડતાળ ઉપર ઉતર્યા છે. પડતર પ્રશ્નોને લઈને જૂનાગઢ સ્કૂલ એસોસિએશન હડતાળ ઉપર ઉતર્યું છે. સ્કૂલ વાહન સંચાલકો પાસિંગ પ્રક્રિયાથી નારાજ છે. વાહનચાલકોની હડતાળથી વાલીઓની ચિંતામાં બમણો વધારો થયો છે. વાહનચાલકોના નિર્ણયથી વાલીઓ નારાજ થયા છે. વાહન સચંલકો પોતાની મનમાની કરી રહ્યા હોવાનું વાલીઓ તરફથી આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ સ્કૂલ વાહન ચાલકોએ ર૦૦ રર્પીયાનો ધરખમ વધારો કરી દીધો છે. પોતાની માંગ ન સંતોષાય ત્યાં સુધી ઉગ્ર આંદોલનની ચિમકી આપી છે. જ્ઞહાલ સમગ્ર રાજ્યમાં જ્યારે સ્કૂલ વાહન ચાલકોની હડતાલ ચાલી રહી છે. ત્યારે સ્કૂલે જતા વિદ્યાર્થીઓને લેવા મુકવા માટેની વાલીઓને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ સ્કૂલ વાહન ચાલકો પણ આટલી મોંઘવારીમાં વાહનોમાં કેપીસીટી મુજબના વિદ્યાર્થીઓ બેસાડવા પોસાય તેમ નથી તેવું જણાવી રહ્યા છે. સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને પોતાના કામ ધંધા અને નોકરી ના સમય માં ફેરફાર કરી પોતાના બાળકોને સ્કૂલે લેવા મુકવા જવું પડે છે. જેને લઇ વાલીઓને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્કૂલ વાહન ચાલકોને આટલી મોંઘવારીમાં મોંઘુ ડીઝલ-પેટ્રોલ પોસાતું નથી જેની સામે આરટીઓના નિયમ મુજબ કેપેસિટી પ્રમાણે બાળકો બેસાડવા પડે છે. આ મામલે સરકાર દ્વારા રહેલી તકે યોગ્ય નિરાકરણ કરવામાં આવે તેવી વાલીઓ અને સ્કૂલ વાહન ચાલકોની માંગ છે. વિદ્યાર્થીના વાલી યુવરાજભાઈ ચાંદરાએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં સ્કૂલ વાહન ચાલકોએ હડતાલ રાખી છે તેના માટે વાલીઓએ તેના બાળકોને સ્કૂલે લેવા મુકવા માટે આવવું પડે છે. જેના કારણે ઘણા વાલીઓના પ્રાઇવેટ ધંધા, નોકરી અને કામમાં મુશ્કેલી પડી રહી છે. ક્યારેક સરકારને અપીલ છે કે આ મામલે વહેલી તકે ર્નિણય કરવામાં આવે જેથી કરી સ્કૂલ વાહન શરૂ થાય તેવી અપીલ છે. વિદ્યાર્થીના વાલીએ જણાવ્યું હતું કે, મારો દીકરો અહીં પાંચમાં ધોરણમાં અભ્યાસ કરે છે જેને હાલ સ્કૂલ લેવા મૂકવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. અમારે પોતાના ધંધા રોજગાર મૂકી અહીં બે ત્રણ કલાક ઉભું રહેવું પડે છે. અને હાલ સ્કૂલોમાં પોતાના બાળકોને લેવા આવતા વાલીઓ પોતાના પ્રાઇવેટ વાહનો લઈને આવે છે ત્યારે ટ્રાફિકની પણ સમસ્યા ખૂબ જ મુશ્કેલી ભરી બની છે. ત્યારે સરકાર દ્વારા સ્કૂલ વાહન ચાલકો મામલે વહેલી તકે ર્નિણય કરવામાં આવે તો વાલીઓને હેરાન થવાનો વારો ન આવે. વાન ચાલકએ જણાવ્યું હતું કે, હાલ આરટીઓના નિયમ મુજબ રીક્ષા કે વાન સ્કૂલમાં ચાલી શકે તેમ નથી. કારણ કે રિક્ષામાં સાત વિદ્યાર્થીઓ બેસાડવાની છૂટ આપે છે પરંતુ આ પોસાય તેમ નથી.અને સ્કૂલ રીક્ષા કેવાની ફી વધારવામાં આવે તો વાલીઓને પોસાય તેમ નથી જેના કારણે સ્કૂલ વાહન ચાલકોએ હડતાલ રાખેલ છે. ત્યારે અમારી માંગણી છે કે આરટીઓ વાનચાલકોને થોડી મુદત આપે અને સાત બાળકોના બદલે ૧૪ બાળકો બેસાડવાની છૂટ આપે તેવી અમારી માંગણી છે. ઘણા સમયથી સ્કૂલમાં લેવા મુકવા માટેના બાળકો અને વાલીઓને ઇશ્યૂ થઈ રહ્યા છે. ત્યારે રિક્ષામાં પાંચથી સાત બાળકો લઈને આવવું તે પોસાય તેમ નથી અને હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધુ છે અને મોંઘવારી પ્રમાણે આ ભાવમાં બાળકોને લેવા મુકવા પોસાય તેમ નથી. ત્યારે આ સમયે વાલીઓ અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી સરકારને વિનંતી છે.

error: Content is protected !!