ખંભાળિયામાં રેલ્વે સલાહકાર સમિતિની બેઠકમાં વિવિધ પ્રશ્નો રજૂ કરાયા

0

ખંભાળિયાના રેલ્વે સ્ટેશન ખાતે તાજેતરમાં રેલવે વિભાગના અધિકારીઓ તેમજ રેલવે સલાહકાર સમિતિના સદસ્યોની એક બેઠક યોજાઈ હતી. જેમાં ખંભાળિયા શહેર અને આસપાસના વિસ્તારના રેલવેના મુસાફરોની સુવિધામાં વધારો કરવાની સમીક્ષા બાબતે ચર્ચા-વિચારણાઓ કરવામાં આવી હતી. રેલવે સલાહકાર સમિતિની આ બેઠકમાં સમિતિના સભ્ય હસમુખભાઈ ધોળકિયા, અશોકભાઈ કાનાણી, વનરાજસિંહ વાઢેર, શંકરભાઈ ઠાકર તથા દીપકભાઈ ત્રિવેદીએ મહત્વની રજૂઆતો કરી હતી. જેમાં કોરોનાના સમયથી બંધ થયેલી આ વિસ્તારની જનતા માટે ખૂબ જ સુવિધારૂપ ઓખા-વિરમગામ ટ્રેન (ટ્રોલી) નં. ૫૯૫૦૩ અને ૫૯૫૦૪ તાકીદે પુનઃ શરૂ કરવાની બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત દ્વારકા-અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારતનો ટ્રેનનો સ્ટોપ ખંભાળિયાને મળે તે માટે પણ રજૂઆત કરાઈ હતી. ખંભાળિયાના રેલવે સ્ટેશને ટિકિટ લેવા કે મુસાફરોને મુકવા આવતા લોકોને કનડતા પાર્કિંગના મહત્વના પ્રશ્નો તેમજ ખંભાળિયા નજીકના જામનગર અને સલાયા રેલવે ફાટક પાસેના સ્પીડ બ્રેકરની ઊંચાઈ ઓછી કરવા તથા ઓખા-મુંબઈ વચ્ચે દોડતો સૌરાષ્ટ્ર મેલ કે જે મુંબઈ મધ્યરાત્રીના આશરે ૩ઃ૩૦ વાગ્યે પહોંચે છે, તેનો સમય અહીંથી ઉપાડવાનો થોડો મોડો કરવાની પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ બેઠકમાં રેલવે સલાહકાર સમિતિના સભ્યો સાથે રેલવેના અધિકારી સચીનસિંહ, યુવરાજસિંહ તેમજ સ્ટાફ જાેડાયા હતા.

error: Content is protected !!