દ્વારકા ધામમાં બે વરલી ભક્તોને ઝડપી લેતી એલસીબી પોલીસ

0

દેવભૂમિ દ્વારકા ખાતે એલ.સી.બી. વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. અરજણભાઈ મારુ તથા પીઠાભાઈ જાેગલને મળેલી ચોક્કસ બાતમીના આધારે નરસંગ ટેકરી વિસ્તારમાંથી વરલી મટકાનો જુગાર રમી રહેલા અકબર ઓસમાણ ગજણ અને કાનાભા લખમણભા માણેક નામના બે શખ્સોને ઝડપી લઇ, રૂપિયા ૧૧,૮૦૦ રોકડા તથા રૂપિયા ૫,૦૦૦ ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧૬,૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દરોડા દરમિયાન અશોકભાઈ ગોંડલવાળા નામનો શખ્સ ફરાર થઈ ગયો હોવાનું જાહેર થયું છે. જે અંગે દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

error: Content is protected !!