કરૂણાંતિકા : સ્કૂટર ઉપર દ્વારકા દર્શનાર્થે જઈ રહેલા ખંભાળિયાના મહિલાનું અપમૃત્યું

0

ખંભાળિયાના જાણીતા શ્રી કલ્યાણરાયજી મંદિરના પૂજારી પરિવારના એક મહિલા ગઈકાલે શુક્રવારે સવારે સ્કૂટર પર બેસીને દ્વારકા દર્શનાર્થે જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માતે સ્કૂટર પરથી પટકાઈ પડતા તેમનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ કરૂણ બનાવની વિગત એવી છે કે ખંભાળિયાના પ્રાચીન અને સુપ્રસિદ્ધ એવા શ્રી કલ્યાણરાયજીના મંદિરના પૂજારી પરિવારના મહિલા જયશ્રીબેન શૈલેષભાઈ બલભદ્ર (ઉ.વ. ૭૦) શુક્રવારે સવારે આશરે નવેક વાગ્યાના સમયે દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવના દર્શન કરવા એક પરિચિત સાથે મોટરસાયકલ પર બેસીને જવા નીકળ્યા હતા. ત્યારે દ્વારકા માર્ગ પર લીંબડી ગામ નજીક પહોંચતા તેઓ અકસ્માતે સ્કૂટર પરથી નીચે પડી ગયા હતા. સ્કૂટર પરથી પટકાઈ પડેલા જયશ્રીબેનને માથામાં હેમરેજ જેવી ઈજાઓ થતા તેમનું કરૂણ મૃત્યું નીપજ્યું હતું. ગઈકાલે ધુળેટીના સપરમા દિવસે બનેલા આ બનાવે અહીંના બ્રહ્મ સમાજ સાથે શહેરભરમાં ભારે અરેરાટી પ્રસરાવી છે.

error: Content is protected !!